અમેરિકાના Online ખરીદી કરનારા લોકોએ હોલિડે ગિફ્ટ પર ભરપૂર ખર્ચ કર્યો

મહિના માટે કુલ ઈ-કોમર્સ વેચાણ વાર્ષિક ધોરણે 6 ટકા વધીને 76.8 બિલિયન ડોલર થયું છે અને સપ્ટેમ્બરના આંકડા કરતાં 14 ટકા વધુ છે.

Online shoppers in America spent big on holiday gifts
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના ઓનલાઈન શોપર્સે ઓક્ટોબરમાં હોલિડે ગિફ્ટ્સ પર ભરપૂર ખર્ચ કર્યો હતો કારણ કે તેઓએ રિટેલર્સના અર્લી સેલ અને ડીપ ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો.

Adobe કહ્યું હતું કે, મહિના માટે કુલ ઈ-કોમર્સ વેચાણ વાર્ષિક ધોરણે 6 ટકા વધીને 76.8 બિલિયન ડોલર થયું છે અને સપ્ટેમ્બરના આંકડા કરતાં 14 ટકા વધુ છે. સ્ટોર્સે વર્ષના બીજા પ્રાઇમ ડે સહિત વિશેષ પ્રમોશનલ ઇવેન્ટ ઓફર કરી અને ગ્રાહકોને આર્કષવા માટે ફ્લેક્સિબલ પેમેન્ટની સુવિધા આપી.

Adobe Digital Insightsના લીડ એનાલિસ્ટ વિવેક પંડ્યાએ કહ્યું કે, અમે એક પડકારજનક આર્થિક ચિત્રનો અનુભવ કરી રહ્યા છીએ, જ્યાં અમે ગ્રાહકો માટે વધતાં ખર્ચ, વ્યાજદરમાં વધારો, ખાદ્યપદાર્થોના ભાવમાં ફુગાવો, વિદ્યાર્થી લોનની પુનઃચૂકવણી અને ઘણું બધું જોઈ રહ્યા છીએ.

મેક્રો-પર્યાવરણમાં અનિશ્ચિતતા હોવા છતાં આંકડા ડેટા દર્શાવે છે કે ગ્રાહકો મોટા હોલિડે સિઝનમાં સમર્થ રહ્યા અને તેમના બજેટને વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવાની દરેક તકનો લાભ લઈ રહ્યા છે.

અર્લી હોલિડે ડીલ્સ ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સૌથી વધુ નોંધપાત્ર હતી,જ્યાં ડિસ્કાઉન્ટ 12 ટકા સુધી પહોંચ્યું હતું અને એપેરલમાં 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રમતગમતના સાધનો, એપ્લાયન્સીસ,રમકડાં અને ઘરના ફર્નિચરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

Adobeએ જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતથી ગ્રાહકોએ 759 બિલિયન ડોલર ઓનલાઈન ખર્ચ્યા છે, જે 2022ના સમાન સમયગાળા કરતા 4.3 ટકા વધારે છે. ડેટા એનાલિટિક્સ ગ્રુપ સાયબર વીકની આસપાસ શ્રેષ્ઠ ડીલ થવાની અપેક્ષા રાખે છે, જે થેંક્સગિવીંગ ડે થી સાયબર સોમવાર સુધી ચાલે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS