આર્થિક પડકારો વચ્ચે Brilliant Earthએ પોતાના અંદાજમાં ઘટાડો કર્યો

કંપનીએ વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ (EBITDA) પહેલાં તેની કમાણીમાં 22 મિલિયન ડોલર અને 24 મિલિયન ડોલરની વચ્ચે ઘટાડો કર્યો હતો

Brilliant Earth cut its estimates amid economic challenges
ફોટો : પાસાડેના, કેલિફોર્નિયામાં એક બ્રિલિયન્ટ અર્થ સ્ટોર. (Brilliant Earth)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં Brilliant Earthના શેરમાં 14 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે રિટેલરે ચોથા-ત્રિમાસિક ગાળાની હોલિડે સિઝન આગળ જ્વેલરીની માંગમાં ઘટાડો દર્શાવીને તેના આખા વર્ષ માટેના અંદાજમાં ઘટોડ કર્યો હતો.

Brilliant Earthને આખા વર્ષમાં 444 મિલિયન ડોલર થી 450 મિલિયન ડોલરના વેચાણની અપેક્ષા છે, જે અગાઉ 460 મિલિયન ડોલર થી 490 મિલિયન ડોલર થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી.

કંપનીએ વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ (EBITDA) પહેલાં તેની કમાણીમાં 22 મિલિયન ડોલર અને 24 મિલિયન ડોલરની વચ્ચે ઘટાડો કર્યો હતો, જેની સરખામણીએ ઓગસ્ટમાં 22 મિલિયન ડોલરથી 35 મિલિયન ડોલર નોંધવામાં આવ્યો હતા. જો કે, એવો અંદાજ હતો કે ચોથા ક્વાર્ટરમાં વેચાણ 122 મિલિયન ડોલર અને 128 મિલિયનની ડોલરની વચ્ચે પહોંચશે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2 ટકા થી 7 ટકાનો વધારો છે.

Brilliant Earthને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જેફ કુઓએ જણાવ્યુ હતું કે, અમારા ગાઇડન્સ તરફ વળવા અમે પડકારજનક જ્વેલરી-ઉદ્યોગની પૃષ્ઠભૂમિથી વાકેફ છીએ.

30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સમયગાળા દરમિયાન ત્રીજા ત્રિમાસિક ગાળામાં વેચાણ 2.5 ટકા વધીને 114.2 મિલિયન ડોલર થયું હોવા છતાં પણ એડજસ્ટમેન્ટ કરવું પડ્યું છે. જે સરેરાશ વેચાણ કિંમતમાં વર્ષ-દર-વર્ષના વધારા અને કેટલાક નવા શોરૂમ ઓપનિંગને દર્શાવે છે. જૂથનો ચોખ્ખો નફો 65 ટકા ઘટીને 2 મિલિયન ડોલર થયો.

કુઓએ જણાવ્યું હતું કે, અમારું ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર પ્રદર્શન અપેક્ષા કરતાં નરમ રહ્યું હોવા છતાં, અમે તહેવારોની સિઝનમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે અમે મજબૂત વેગ જોઈ રહ્યા છીએ. મોટાભાગની સિઝન આવી રહી છે, અને અમે માનીએ છીએ કે અમે અમારા ઇતિહાસમાં સૌથી મોટા ત્રિમાસિક વેચાણ સાથે બીજા નફાકારક ચોથા ક્વાર્ટરને પહોંચાડવા માટે સારી સ્થિતિમાં છીએ.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS