થેંક્સ ગિવિંગ ડે પર બજારમાં જોરદાર ખરીદી નીકળે તેવી આશા

સરવેના અંદાજ અનુસાર લગભગ 184 મિલિયન લોકો થેંક્સ ગિવિંગ ડે થી સાયબર સોમવાર સુધીમાં સ્ટોર્સમાં અને ઓનલાઈન ખરીદી કરશે

Expect heavy buying in the market on Thanksgiving Day
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023 હીરા ઝવેરાત ઉદ્યોગ માટે નબળું રહ્યું છે. યુરોપિયન બજારોમાં જ્વેલરી રિટેલર્સ માટે આખુંય વર્ષ નિરાશાજનક રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ, યુરોપિયન અર્થતંત્રની માંદી સ્થિતિ અને છેલ્લે ઈઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધના પગલે બજારની સ્થિતિ પડકારજનક રહી હતી. હવે વર્ષના અંતે ક્રિસમસમાં યુરોપિયન બજારોની સ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.

નેશનલ રિટેલ ફેડરેશન (NRF) અને પ્રોસ્પર ઈનસાઈટ્સ એન્ડ એનાલિટિક્સ હોલિડે શોપર્સના એન્યુઅલ સર્વેના રિપોર્ટ અનુસાર આ વર્ષે પાંચ દિવસીય થેંક્સ ગિવિંગ હોલીડે વીકએન્ડ દરમિયાન અગાઉની સરખામણીએ વધુ લોકો શોપિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

આ સરવેના અંદાજ અનુસાર લગભગ 184 મિલિયન લોકો થેંક્સ ગિવિંગ ડે થી સાયબર સોમવાર સુધીમાં સ્ટોર્સમાં અને ઓનલાઈન ખરીદી કરશે, જે ગયા વર્ષ કરતા 15.7 મિલિયન વધુ હશે. મતલબ કે આ વર્ષે 8.6 ટકા વધુ લોકો શોપિંગ કરશે. નેશનલ રિટેલ ફૅડરેશન 2017માં ડેટા એનાલિસિસ શરૂ કર્યું ત્યારથી આ અત્યાર સુધીનો સૌથી વધુ અંદાજ છે.

આ સરવે એવું પણ દર્શાવે છે કે ત્રણ ચતુર્થાંશ (74 ટકા) હોલિડે બાયર્સ આ વર્ષે આ સમયગાળા દરમિયાન ખરીદી કરવાની યોજના ધરાવે છે, જે 2019માં 69 ટકા પૂર્વ રોગચાળાથી વધારે છે. આ સમય દરમિયાન ખરીદી કરવા માટેના મુખ્ય કારણો આકર્ષક ઓફર છે. 61 ટકા લોકો આકર્ષક ઓફર્સના લીધે શોપિંગ કરવા આકર્ષાયા છે. તે ઉપરાંત સગા અને મિત્રોને ગિફ્ટ આપવા માટે 28 ટકા લોકો શોપિંગનું પ્લાનિંગ ધરાવે છે.

બ્લેક ફ્રાઈડે ખરીદી કરવા માટે સૌથી લોકપ્રિય દિવસ રહેશે તેવું અનુમાન છે. 72 ટકા અંદાજે 130.7 મિલિયન લોકો સપ્તાહના અંતે ખરીદી કરવાનું આયોજન ધરાવે છે. 2022માં આ સંખ્યા 69 ટકા હતી. સાયબર મન્ડેના રોજ 71.1 મિલિયન અંદાજે 39 ટકા લોકો ખરીદી કરશે, જે પાછલા વર્ષે 38 ટકા હતી.

સરવે એ પણ દર્શાવે છે કે 59 ટકા હોલિડે બાયર્સ નવેમ્બરની શરૂઆતમાં રજાઓની મોસમ માટે બ્રાઉઝિંગ અને ખરીદી શરૂ કરી દીધી છે. કારણ કે તેઓ તેમની ખરીદીની શરૂઆત કરવા માંડ્યા છે. સરેરાશ હોલિડે શોપર્સ તેમની આયોજિત ખરીદીના એક ક્વાર્ટર 25 ટકા પૂર્ણ કરી ચૂક્યા છે. ભેટ એ સૌથી સામાન્ય વસ્તુઓ છે, જે દુકાનદારોએ અત્યાર સુધીમાં ખરીદી છે. લગભગ અડધા 48 ટકા જેટલાં હોલિડે શોપર્સે આ તહેવારોની મોસમમાં ગિફ્ટ આર્ટિકલ્સ ખરીદ્યા છે. અન્ય વસ્તુઓમાં 18 ટકા સજાવટ અને પોતાના માટેની ભેંટનો 17 ટકા જેટલો સમાવેશ થાય છે.

સ્ટ્રેટેજી, પ્રોસ્પર ઇનસાઇટ્સ એન્ડ એનાલિટિક્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ફિલ રિસ્ટે જણાવ્યું હતું કે, “વહેલી ખરીદી એ એક ટ્રેન્ડ છે જેને અમે ઘણા વર્ષોથી ટ્રેક કરી રહ્યા છીએ અને આ વર્ષે એવા પુરાવા છે કે ઓક્ટોબરના સોદા અને પ્રમોશન ગ્રાહકોને આકર્ષી રહ્યાં છે. 40% થી વધુ દુકાનદારોનું કહેવું છે કે તેઓએ રજાની ભેટો, ડેકોર અને અન્ય મોસમી વસ્તુઓની ખરીદી કરવા માટે રિટેલર્સના ઓક્ટોબરના વેચાણનો લાભ લીધો હતો.”

NRF પ્રેસિડેન્ટ અને CEO મેથ્યુ શેએ જણાવ્યું હતું કે, “રિટેલર્સ આ પ્રસંગ માટે મહિનાઓથી તૈયારી કરી રહ્યા છે અને સમગ્ર તહેવારોની મોસમ દરમિયાન ગ્રાહકોને તેઓને જોઈતી ભેટો અને અન્ય ચીજવસ્તુઓ શોધવામાં મદદ કરવા તૈયાર છે. NRFએ આ મહિનાની શરૂઆતમાં આગાહી કરી હતી કે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન રજાઓનો ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે અને તે 3% અને 4% ની વચ્ચે વધશે, જે કુલ $957.3 બિલિયન થી $966.6 બિલિયન થશે.  ગયા વર્ષે રજાઓનું કુલ વેચાણ $929.5 બિલિયન હતું. આ વર્ષનો રજા ખર્ચ 2010 થી 2019 સુધીના સરેરાશ વાર્ષિક રજાના 3.6% વધારો થઈ શકે છે.”

આ સર્વે 1લી-6ઠ્ઠી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને 8,424 પુખ્ત ગ્રાહકોને તેમના હોલિડે શોપિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાં પ્લસ અથવા માઈનસ 1.1 ટકા પોઈન્ટનો માર્જીન ઓફ એરર છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS