DIAMOND CITY NEWS, SURAT
બ્રાઝિલ ખાતે બીએસએમ બ્રાઝિલની બીજી એડિશનમાં ઈન્ટરનેશનલ બાયર્સ ડિલર્સ એક છત નીચે ભેગા થવા જઈ રહ્યાં છે. આગામી તા. 14 અને 15મી મે 2024ના રોજ લેટિન અમેરિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાઓ પાઉલોની મેરિયોટ રેનેસા હોટલમાં આ એક્ઝિબિશન યોજાશે. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ જ્વેલર્સ મુબરી દ્વારા કરવામાં આવ્યું છે, જેની આગેવાની બિઝનેસ વુમન અલી પાસ્ટોરિની કરી રહ્યાં છે. જેઓ મુંબઈ, સુરત, દબઈ, સાઉદી અરેબિયા અને બાર્સેલોના જેવા શહેરોમાં સફળ પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહ્યાં છે.
બીએસએમ બ્રાઝિલ 2024નો ઉદ્દેશ બ્રાઝિલના રિટેલ અને હોલસેલ તેમજ દક્ષિણ અને મધ્ય અમેરિકાના અન્ય પ્રદેશોમાંથી ગુણવત્તાયુક્ત મુલાકાતીઓને આકર્ષવાનો છે. જેઓ જ્વેલરી માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ, ટેક્નોલોજી અને આકર્ષક કિંમતો શોધી રહ્યાં છે. આ ઇવેન્ટમાં ભારત અને અન્ય દેશોના પ્રદર્શકો પણ ભાગ લેશે. અહીં પાસ્ટોરિની ભાગીદારી ધરાવે છે, તેથી તેનું આકર્ષણ વધી જાય છે. આ પ્રદર્શનીમાં વિવિધ પ્રકારના લૂઝ ડાયમંડ, કલર્ડ સ્ટોન, ચાંદી અને સોનાની ધાતુઓ અને ઝવેરાત ઓફર કરવામાં આવશે.
આ ઇવેન્ટ ખરીદદારો અને વિક્રેતાઓની બેઠકની સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ કરીને એવા લીડર્સ કે જેમની પાસે પરંપરાગત જ્વેલરી શોમાં હાજરી આપવાનો સમય નથી. પાસ્ટોરિની કહે છે કે BSM બ્રાઝિલ 2024 એ લોકો માટે આંતરરાષ્ટ્રીય હબ હશે જેઓ આ પ્રદેશમાં બિઝનેસ કરવા માગે છે. પાસ્ટોરિની BSM બ્રાઝિલને સેક્ટરના ઘણા વ્યવસાયિકો માટે પ્રવાસ માર્ગ તરીકે એકીકૃત કરવાની યોજના ધરાવે છે.
મુબરીએ જણાવ્યું હતું કે BSM બ્રાઝિલ 2024 માટે એક્ઝિબિટર નોંધણી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ આવૃત્તિમાં હાજરી આપનારી કંપનીઓએ આ ઇવેન્ટમાં તેમના વિશ્વાસને પુનઃપુષ્ટિ કરીને પહેલેથી જ સાઇન અપ કર્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM