ભારે નુકસાન વેઠ્યા બાદ ફરી એકવાર ખાણકંપની સ્ટોર્નોવે ડાયમંડ્સે દેવાળું ફૂંક્યું

કોર્ટના દસ્તાવેજો અનુસાર સ્ટોર્નોવેએ સપ્ટેમ્બર 30ના રોજ પુરા થયેલા નવ મહિના માટે સીએડી 13.1 મિલિયન (9.6 મિલિયન ડોલર)ની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.

Mining company Stornoway Diamonds once again defaulted after suffering heavy losses
ફોટો : રેનાર્ડ ખાણમાંથી રફ હીરા. (સ્ટોર્નોવે ડાયમંડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

નબળાં બજારને પગલે ખાણ કંપની સ્ટોર્નોવે ડાયમંડ્સે ચાર વર્ષમાં બીજી વખત દેવાળું ફૂંક્યું છે. આ કંપની હવે કોઈ ખરીદદારની રાહ જોઈ રહી છે.

પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ જાહેર કર્યું કે ડેલોઈટ કોર્પોરેટ ફાઇનાન્સ સ્ટોર્નેવેનો સંપૂર્ણ વ્યવસાય, મિલકત અને અન્ય સંપત્તિઓનું સંચાલન સેલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સોલિસીટેશન પ્રોસેસના હસ્તગત છે. કેનેડામાં રેનાર્ડ ડિપોઝિટનું સંચાલન કરતી આ ખાણ કંપની પાસે પૂરતું ફંડ નથી. તે અનિશ્ચિત નાણાંકીય પરિસ્થિતિના પડકારોનો સામનો કરી રહી છે. આ ડેલોઈટે ક્વિબેકની સુપિરિયિર કોર્ટમાં અધિકૃત રીતે જાહેર કર્યું છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર સ્ટોર્નોવેએ સપ્ટેમ્બર 30ના રોજ પુરા થયેલા નવ મહિના માટે સીએડી 13.1 મિલિયન (9.6 મિલિયન ડોલર)ની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. તે 2022ના સંપૂર્ણ વર્ષ માટે સીએડી 42.2 મિલિયન (30.7 મિલિયન ડોલર)ના નફા સાથે સરખાવતા ખૂબ ઓછી છે.

ભારત તરફથી એક પક્ષીય આયાત ઘટાડી દેવાતા માર્ચ 2023થી કિંમત પર દબાણો ઉભું થયું હતું, જેના પરિણામે ખાણ કંપનીને ભારે નુકસાન થયું છે. સ્ટોર્નોવેની આવક અને નફાકારક બજાર કિંમતો પર તેની ઈન્વેન્ટરી વેચવાનું દબાણ ઉભું થયું હતું. સ્ટોર્નોવેની ક્ષમતાને તેના લીધે ભારે ક્ષતિ પહોંચી હતી.

સ્ટોર્નોવેએ નોંધ્યું હતું કે, કંપનીના રફ માટેના ભાવ સમગ્ર વર્ષ દરમિયાન ક્રમશ ઘટ્યા છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધી યોજાયેલા છ વેચાણમાંથી કંપનીએ કેરેટ દીઠ 118 ડોલરથી ઘટીને 82 ડોલર પ્રતિ કેરેટની કિંમત જોઈ છે.

મેનેજમેન્ટનો અંદાજ છે કે સ્ટોર્નોવેની વર્કિંગ કેપિટલ તેની નાણાંકીય જવાબદારીઓ, પ્રતિબદ્ધતાઓ અને નજીકના ભવિષ્ય માટે જરૂરી બજેટ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી નથી.

ગયા મહિને સ્ટોર્નોવે રિનાર્ડ ખાતે કામગીરી અટકાવી દીધી હતી. તેના 500 કર્મચારીઓમાંથી 425 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. ભારે મંદી છે, તેથી લેણદારોના નાણાં સુરક્ષિત કરવા અરજી કરી છે.

સ્ટોર્નોવેને તરલતાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પ્રથમ વખત નથી. આ અગાઉ વર્ષ2019માં ખાણ કંપનીએ દેવાળું ફૂંક્યું હતું, ત્યારે પણ તે વેચવા મુકાઈ હતી. તેના મુખ્ય ધિરાણકર્તાઓને દેવું ભેગું કર્યા પછી તે રફ માર્કેટ પર સતત નીચા દબાણને આભારી છે.

સ્ટોર્નોવે હાલમાં ઇન્વેન્ટરી, પ્રોપર્ટી અને પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, રોકડ અને અન્ય સ્ત્રોતોમાંથી લગભગ CAD 287.3 મિલિયન ($209.6 મિલિયન)ની સંપત્તિની યાદી આપે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS