DIAMOND CITY NEWS, SURAT
ખાણ કંપની રિયો ટિન્ટોના પહેલાં બિયોન્ડ રેર ટેન્ડરને સારી સફળતા સાંપડી છે. આર્ગાઈલ અને ડાયવિક ખાણમાંથી નીકળેલા 87 પોલિશ્ડ કલર્ડ ડાયમંડનું વેચાણ કંપનીએ ટેન્ડર મારફતે કર્યું છે, જેમાં વૈશ્વિક સ્તરના ખરીદદારોએ ભાગ લઈ મજબૂત બોલી લગાવી હતી.
રિયો ટિન્ટો કંપની દ્વારા બોર્ન ઓફ ધી વર્લ્ડ નામના કલેક્શનમાં કુલ 29.96 કેરેટના 48 લોટનો સમાવેશ કરાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન કંપનીની આર્ગાઈલ ખાણમાંથી નીકળેલા ગુલાબી અને લાલ હીરાનો સમાવેશ થાય છે. આ ખાણો નવેમ્બર 2020માં જ બંધ થઈ ગઈ હતી. તેમજ કેનેડામાં ડાયવિક ડિપોઝીટમાંથી નીકળેલા યલો ડાયમંડ પણ આ લોટમાં સામેલ કરાયા હતા.
વેચાણ દરમિયાન ખાણ કંપનીએ ધ આર્ટ સિરિઝ ઓફર કરી હતી, જેમાં માસ્ટરપીસ 11 સંપૂર્ણ રીતે મેળ ખાતી જોડી અને 30 સિંગલ ડાયમંડ નામના હીરાના સાત સેટનો સમાવેશ થાય છે. આ ટેન્ડરમાં ઓસ્ટ્રેલિયા, યુરોપ, જાપાન, હોંગકોંગ, સિંગાપોર, યુએસ અને ઈઝરાયેલના બિડર્સે ભાગ લીધો હતો.
ઓસ્ટ્રેલિયા સ્થિત જ્વેલર કિમ્બર્લી ફાઇન ડાયમંડ્સે કલેક્શનમાંથી એકમાત્ર ફૅન્સી રેડ ડાયમંડ ખરીદયો હતો. જ્યારે જાપાની રિટેલર ગિમેલે ધ આર્ટ સિરિઝમાંથી કેટલાંક હીરા ખરીદયા હતા. હોંગકોંગના કુનમિંગે પણ સફળ બોલી લગાવી હતી.
રિયો ટિન્ટોના મિનરલ્સ ડિવિઝનના સીઈઓ સિનેડ કૌફમેને જણાવ્યું હતું કે, અમે રિયો ટિન્ટોના વ્યવસાય માટેના આ નવા વેચાણ ફોર્મેટના રિઝલ્ટથી ખુશ છીએ. જે અત્યંત એકત્ર કરી શકાય તેવા કુદરતી નેચરલ ડાયમંડની ગ્લોબલ ડિમાન્ડ અને પરિણામે મૂલ્ય સર્જનને પ્રતિબિંબિત કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM