DIAMOND CITY NEWS, SURAT
છેલ્લાં કેટલાંક સમયથી હોંગકોંગના બજારમાં ક્રમશ ધીમો સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ઓક્ટોબર મહિનામાં હોંગકોંગના બજારમાં રિટેલ સેલ્સમાં વધારો થયો હતો. હોંગકોંગમાં ટુરિસ્ટની સંખ્યા વધતાં રિટેલ સેલ્સ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટુરીસ્ટના લીધે હોંગકોંગની ઈકોનોમીને વેગ મળ્યો છે.
હોંગકોંગમાં જ્વેલરી, વોચીસ અને કિંમત ગિફ્ટમાંથી આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને ઓક્ટોબર મહિનામાં 653.1 મિલિયન ડોલર થઈ છે. સરકારના સેન્સેસ અને ડેટા અનુસાર તમામ પ્રોડક્ટની કેટેગરીમાં રિટેલ સેલ્સ 6 ટકા વધીને 4.32 બિલિયન ડોલર થયું છે.
ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં હોંગકોંગમાં કોવિડ19ના પ્રતિબંધો ચાલુ હતા, જેના લીધે અત્યંત ઓછા ટુરિસ્ટ હોંગકોંગમાં જોવા મળ્યા હતા. હોંગકોંગ તેની લક્ઝરી આવકનો મોટો હિસ્સો પ્રવાસીઓ પાસેથી મેળવે છે.
મુખ્યત્વે ચીનમાંથી જેઓ હોંગકોંગમાં સામાન ખરીદવા જાય છે તેમાંથી હોંગકોંગ આવક મેળવે છે. હોંગકોંગ અને મેઈન લેન્ડ ચીન વચ્ચેની સરહદ વર્ષની શરૂઆતમાં ફરી ખોલવામાં આવી હતી ત્યાર બાદથી હોંગકોંગના બજારોમાં સુધારો જોવા મળી રહ્યો છે.
પહેલાં 10 મહિના માટે જ્વેલરી, વોચીસ, કિંમત ભેંટોમાંથી મળેલી આવક 55 ટકા વધીને 6.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા માટે કુલ રિટેલ સેલ્સ 17 ટકા વધીને 43.03 બિલિયન ડોલર થયું છે.
ઓક્ટોબરમાં 3.5 મિલિયન ટુરીસ્ટે હોંગકોંગની મુલાકાત લીધી હતી, જે 2022ના સમાન મહિનામાં 80,254 હતા. તેમાંથી 2.7 મિલિયન મેઈન લેન્ડ ચીનના હતા, જે એક વર્ષ અગાઉ માત્ર 47,607 જ હતા.
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈનબાઉન્ડ ટુરિઝમના સતત પુનરત્થાનની સાથે એક વર્ષ અગાઉ ઓક્ટોબરમાં કુલ રિટેલ સેલ્સનું મૂલ્ય ઘણું વધ્યું હતું. પ્રવાસીઓના આગમનની વધુ પુન:પ્રાપ્તિથી રિટેલ ક્ષેત્રને ફાયદો થવો જોઈએ.
ડોમેસ્ટિક ઈન્કમમાં સતત સુધારો અને ઈકોનોમીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ જેમાં નાઈટ વાઈબ્સ હોંગકોંગનો સમાવેશ થાય છે તેના લીધે ફાયદો થયો છે. છતાં ચુસ્ત નાણાંકીય સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળો યુઝર્સના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM