DIAMOND CITY NEWS, SURAT
જાણીતી જ્વેલરી કંપની કે જ્વેલર્સ દ્વારા હોલિડે એડ કેમ્પેઈનના ભાગરૂપે ગઈ તા. 29મી નવેમ્બરના રોજ ટેનેસીના સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ ખાતે એક અદ્દભૂત ડ્રોન શોનું આયોજન કરાયું હતું.
આ શોમાં વિવિધ આકારો અને પ્રતિકો બનાવતા 500 ડ્રોન દ્વારા આકાશમાં આતશબાજી જેવો નજારો ઉભો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓ, તેમના પરિવારો અને સેન્ટ જુડ હોસ્પિટલના સ્ટાફને આ શો ડેડિકેટ કરાયો હતો. આ રીતે કે જ્વેલર્સ કંપનીએ સામજિક જવાબદારી નિભાવવા સાથે રોગો સામે લડતા બાળ દર્દીઓનું ઉત્સાહ વધારવા પ્રયાસ કર્યો હતો.
આ શોનું પ્રસારણ એનબીસીના ક્રિસમસ ઈન રોકફેલર સેન્ટર ટ્રી લાઈટિંગ સેરેમની દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યાં કે જ્વેલર્સ સત્તાવાર રીતે સ્પોન્સર હતા. આ જાહેરાતમાં સેન્ટ જુડ સાથે કેની લાંબી ભાગીદારીને પણ રજૂ કરવામાં આવી છે, જેણે હોસ્પિટલને બાળકોમાં થતા કેન્સર અને અન્ય આપત્તિજનક બિમારીઓના રિસર્ચ અને ટ્રીટમેન્ટને આગળ વધારવામાં મદદ કરી છે.
સેન્ટ જુડ હોસ્પિટલ ખાતે આ પ્રકારનો પહેલો ડ્રોન શો કરાયો હતો. આ ડ્રોન શોની મદદથી આકાશમાં 42 સ્ટોરી કહેવામાં આવી હતી. કે જ્વેલર્સ, સેન્ટ જુડ અને હોસ્પિટલના દર્દીઓની અર્થપૂર્ણ છબીઓ ડ્રોન શો દ્વારા પ્રદર્શિત કરાઈ હતી. ફોટોમાં એક એક જાતની સૂંઠવાળી કેક માણસની હતી. જે ઘટનામાં હાજર રહેલાં સેન્ટ જુડના ભૂતપૂર્વ દર્દી ટાયલર દ્વારા દોરવામાં આવી હતી.
આ શો એ આશા અને ટકી રહેવાનો શક્તિશાળી સંદેશ પણ આપ્યો હતો. કારણ કે તેની શરૂઆત યુનાઈટેડ સ્ટેટ્સમાં ચાઈલ્ડ કેન્સરના સર્વાઈવલ રેટને રજૂ કરતા પાંચ વૃક્ષોથી બની હતી. ત્યાર બાદ સૌથી નાનું વૃક્ષ શોનું કેન્દ્ર સ્થાન બની ગયું હતું. જ્યાં સંપૂર્ણ રીતે સુશોભિત હોલિડે ટ્રી રજૂ કરાયું હતું, જે 1962ની તેની શરૂઆતથી અત્યાર સુધીની સેન્ટ જુડની સિદ્ધિઓને દર્શાવે છે અને સેલિબ્રેટ કરે છે.
કે જ્વેલર્સના પ્રેસિડેન્ટ બિલ બ્રેસે કહ્યું, આ શો પ્રેરણાદાયક રહ્યો હતો. કે જ્વેલર્સના મૂળમાં પ્રેમ છે. તે અહીં પ્રસ્તુત થયો હતો. રોકફેલર સેન્ટરમાં ક્રિસમસની ઉજવણી અને સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ સાથેની અમારી ભાગીદારી અમારા બ્રાન્ડ મિશન અને અમારા સમુદાયો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની સ્ટોરી કહે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM