DIAMOND CITY NEWS, SURAT
રશિયન હીરા પર લાંબા સમયથી રાહ જોવાતી EU પ્રતિબંધો લેબગ્રોન ડાયમંડને પણ આવરી લેશે.
રશિયન ડાયમંડ પર લાંબા સમયથી રાહ જોવાઇ રહેલા EU પ્રતિબંધો હવે રશિયન લેબગ્રોન ડાયમંડને પણ પ્રતિબંધમાં આવરી લેશે એવું જાણવા મળ્યું છે. એજન્સી ફ્રાન્સ પ્રેસ (AFP)ના એક અહેવાલ મુજબ G7 દેશો રશિયન લેબગ્રોન ડાયમંડને પણ પ્રતિબંધમાં આવરી લેશે.
રશિયન ડાયમંડ પર પ્રતિબંધો માટે G7 દેશોની બેઠક બાદ 1 જાન્યુઆરી, 2024થી પ્રતિબંઘો અમલમાં આવવાના છે. યુરોપિયન કમિશન દ્વારા અપનાવવામાં આવેલા પ્રસ્તાવના લખાણ મુજબ નોન ઇન્ડસ્ટ્રીઅલ નેચરલ અને સિન્થેટીક ડાયમંડ તેમજ ડાયમંડ જ્વેલરી પર પણ લાગુ થશે, જે પેરિસ સ્થિતસમાચાર એજન્સીનો દાવો છે કે તેણે આ રિપોર્ટ જોયો છે.
હીરાના વેચાણ પરનો પ્રતિબંધ મુખ્યત્વે રશિયાની માઇનિંગ કંપની અલરોસા દ્વારા ઉત્પાદિત રફ હીરાને લક્ષ્યાંકિત કરે છે. જો કે, અમેરિકાના પ્રતિબંધોના પ્રયાસો છતાં, અત્યાર સુધી અલરોસાનીઆવકમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
લેબગ્રોન ડાયમંડ પ્રોડક્શનમાં રશિયા પાંચમો સૌથી મોટો દેશ છે,પરંતુ તે ચીન, ભારત,અમેરિકા અને સિંગાપોરથી ઘણો પાછળ છે.
રશિયન રફ હીરા પર G7 પ્રતિબંધ લાદવાની હિલચાલ આગળ વધી છે. 27 EU દેશો સહિત સભ્ય દેશો વિશ્વના હીરાના વેચાણમાં સંયુક્ત રીતે 70 ટકા હિસ્સો ધરાવે છે
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM