SRKને નેશનલ સમિટમાં ગ્રીન ઈનોવેશન્સ અને ESG ઈમ્પેક્ટ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા

ગ્રીન ઇનોવેશન એવોર્ડ એવી સંસ્થાઓને માન્યતા આપે છે કે જેમણે ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યૂશન્સ, ટેક્નોલૉજીસ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનીબીલિટી માટે પ્રેક્ટિસ કરી હોય.

SRK awarded the Green Innovations and ESG Impact Awards at the National Summit
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સુરતની જાણીતી અને અગ્રણી કંપની શ્રી રામક્રૃષ્ણ એક્સપોર્ટ (SRK)ને “Building a Sustainable Future Together – ESG Solutions for a Resilient World.” થીમ સાથે એન્વારમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) 2023 નેશનલ સમિટ ખાતે “Green Innovations” and “ESG Impact”એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

સમિટે શ્રેષ્ઠ ઉદ્યોગ પ્રણાલીઓને માન્યતા આપી હતી અને તેનું આયોજન વડોદરાની સિગ્મા યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ (IIChE), પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO), યુએન ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા (UN GCNI), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ઈન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ (ISTD) અને ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ (ISTD)ના ટેકનિકલ સહયોગમાં કરવામાં આવ્યું હતું. 

ગ્રીન ઇનોવેશન એવોર્ડ એવી સંસ્થાઓને માન્યતા આપે છે કે જેમણે ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યૂશન્સ, ટેક્નોલોજીસ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનીબીલિટી માટે પ્રેક્ટિસ કરી હોય. જ્યારે ESG ઇમ્પેક્ટ એવોર્ડ ખાસ કરીને પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ ઇનિશ્યેટીવ- સ્થિતિસ્થાપક વિશ્વના નિર્માણ તરફ માપી શકાય તેવા પરિણામો અને યોગદાન પર ભાર મૂકે છે.

SRK ના ચીફ હ્યુમન કૅપિટલ ઑફિસર (CHCO) ડૉ. નીરવ મંદિરને આ એવોર્ડ IIChE (BRC)ના વાઇસ ચૅરમૅન, એન.એમ. સુરાના, ગુજરાત ફ્લોરોકેમિકલ્સના- AVP અને હેડ ESHF ડૉ. સંજય ગાંધીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે IIChE (BRC)ના ચૅરમૅન અને વેસ્ટર્ન ઇન્ડિયાના પૂર્વ રિજિયોનલ વાઈસ પ્રેસિડન્ટ દિલીપ દેસાઈ હાજર રહ્યા હતા.

SRK એ તેની બે ફ્લેગશિપ ડાયમંડ ક્રાફ્ટિંગ ફેસિલિટી, SRK એમ્પાયર અને SRK હાઉસ માટે 2024 સુધીમાં નેટ ઝીરો સર્ટિફિકેશન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, UN SDG ફ્રેમવર્કમાં નિર્ધારિત લક્ષ્યાંકો કરતાં છ વર્ષ આગળ.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS