નિકાસના પડકારો અને ઉકેલો મામલે જીજેઈપીસી અને દિલ્હી કસ્ટમ્સ વચ્ચે ચર્ચા થઈ

આ બેઠકનો ઉદ્દેશ્ય જ્વેલરી નિકાસકારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને ઉકેલવા અને પરસ્પર લાભદાયી ઉકેલો શોધવાનો હતો

GJEPC and Delhi Customs discussed export challenges and solutions
ફોટો સૌજન્ય : GJEPC
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા અને ઝવેરાત ઉદ્યોગ નિકાસ પર આધારિત છે. હીરા ઝવેરાતનું મોટું બજાર યુરોપ છે. ભારતમાં ઉત્પાદિત મોટા પ્રમાણનો હીરા ઝવેરાતનો જથ્થો વિદેશ નિકાસ થતો હોય ત્યારે નિકાસ સંબંધિત નીતિઓ અને વહીવટી પ્રક્રિયા સરળ રહે તે આવશ્યક છે, ત્યારે તાજેતરમાં હીરા ઝવેરાત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા નિકાસના પડકારો અને તેના ઉકેલો વિષય પર દિલ્હી કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટીંગ કરી હતી.

આ રાઉન્ડ ટેબલ મિટિંગ ગઈ તા. 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં કાઉન્સિલની ઓફિસમાં જ મળી હતી, જેમાં સંગઠનના હોદ્દેદારો અને કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકનો ઉદ્દેશ્ય જ્વેલરી નિકાસકારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને ઉકેલવા અને પરસ્પર લાભદાયી ઉકેલો શોધવાનો હતો.

આ બેઠકમાં દિલ્હી કસ્ટમ્સના ચીફ કમિશનર શ્રી સામંજસા દાસ, કસ્ટમ્સ (એસીસી આયાત)ના પ્રિન્સિપલ કમિશનર શ્રીમતી સિમ્મી જૈન, કસ્ટમ્સ કમિશનર (એરપોર્ટ) શ્રી ઝુબેર રિયાઝ અને એડિશનલ કમિશનર (નિકાસ) શ્રીમતી વિનીતા સિન્હા તેમજ જીજેઈપીસી તરફથી શ્રી અશોક સેઠ, GJEPCના પ્રાદેશિક અધ્યક્ષ (ઉત્તર), શ્રી અનિલ સાંખવાલ, GJEPCના વહીવટી સમિતિ (CoA) સભ્ય, ડૉ. રાજેન્દ્ર ભોલા, IIGJ દિલ્હીના અધ્યક્ષ અને વેપાર અને કાઉન્સિલ સચિવાલયના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.

બેઠકમાં સામેલ જીજેઈપીસી અને કસ્ટમના પ્રતિનિધિઓએ જ્વેલરી એક્સપોર્ટ પ્રોસેસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમ કે એક્સપોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (EDPMS), હેન્ડ કેરેજ નિકાસ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP), અને જ્વેલરી પરીક્ષાને IGI એરપોર્ટ T3 પર ખસેડવાની શક્યતા. કસ્ટમ્સ અધિકારીઓએ નિકાસકારોને સમસ્યાઓના નિરાકરણમાં તેમના સહકાર અને સમર્થનની ખાતરી આપી અને SOPની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવા માટે સંમત થયા હતા. તેઓએ EDPMS મુદ્દા પર GJEPC દ્વારા સબમિટ કરેલી રજૂઆતો અને જ્વેલરી પરીક્ષા પ્રક્રિયાના સરળીકરણને ધ્યાનમાં લેવાની તૈયારી પણ દર્શાવી હતી.

આ બેઠક પૂર્ણ થયા પછી કસ્ટમ અધિકારીઓને IIGJ દિલ્હી અને IIGJRLC (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી રિસર્ચ લેબોરેટરી સેન્ટર) ની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવા માટે સંસ્થાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

શ્રી અનિલ સાંખવાલે ચર્ચા કરેલા મુદ્દાઓ પર ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપવા બદલ કસ્ટમ અધિકારીઓનો આભાર માનીને બેઠક સમાપ્ત કરી. તેમણે એસઓપીની સમીક્ષા કરવા અને બાકી બાબતોના નિરાકરણ માટે સમિતિ રચવાની તેમની પહેલની પણ પ્રશંસા કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS