લેસોથાની કાઓ ખાણમાંથી મળી આવેલા 108 કેરેટ વજન ધરાવતા દુર્લભ ગુલાબી હીરાને કટ એન્ડ પોલિશ્ડ કરવા માટે દુબઈ સ્થિત ચોરોન કંપનીએ સ્ટોર્મ માઉન્ટેન ડાયમંડ્સ કંપની સાથે ભાગીદારી કરી છે.
સ્ટોર્મ માઉન્ટેન નમકવા ડાયમંડ્સ અને લેસોથો સરકારની સંયુક્ત સાહસની કંપની છે. માર્ચ મહિનામાં IIa પ્રકારના હીરા મેળવ્યા બાદ કંપનીએ કહ્યું કે આ હીરો અત્યાર સુધી ખાણમાંથી મળી આવેલો સૌથી મોટો પિંક ડાયમંડ છે.
સ્ટોર્મ માઉન્ટેન બોર્ડના પ્રેસિટેન્ડ રોબર્ટ કાઉલીએ કહ્યું કે, સ્ટોર્મ માઉન્ટેન સતત અસાધારણ ડાયમંડ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ ડાયમંડ વૈશ્વિક સ્તરે પિંક ડાયમંડના પ્રાથમિક ઉત્પાદક તરીકે કાઓ ખાણને વધુ મજબૂત બનાવે છે.
સ્ટોર્મ માઉન્ટેન બોર્ડના ચૅરમૅન રોબર્ટ કાઉલેએ વધુમાં જણાવ્યું હતું કે અમે ચોરોને સાથે આ કરાર કરવા બદલ રોમાંચિત છીએ. અમે આ ડાયમંડની સ્ટોરીના આગલા પ્રકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ.
સ્ટોર્મ ડાયમંડ્સ આ પિંક ડાયમંડમાં પોતાનો લઘુતમ હિસ્સો જાળવી રાખશે જ્યારે ચોરોને તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરશે એમ ચોરોનના સીઈઓ અંશુલ ગાંધીએ જણાવ્યું હતું. કંપનીએ ભાગીદારીની અન્ય શરતો જાહેર કરી નથી.
તેમણે કહ્યું, આ અદ્દભૂત દુર્લભ પિંક ડાયમંડના અંદરના રહસ્યો જાણવા માટે ચેરોન ઉત્સાહિત છે. અમે આ ડાયમંડની સ્ટોરી કહેવા માટે આતુર છીએ. ગાંધીએ વધુમાં કહ્યું, અમારા કારીગરો આ રફ ડાયમંડને પોલિશ્ડ ડાયમંડની કેટેગરીમાં રૂપાંતરિત કરશે જે આવનારી પેઢીઓને યાદ રહેશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM