દુબઈ ડાયમંડ કોન્ફરન્સ 2022ના આયોજન સાથે યુએઈ વિશ્વનું સૌથી મોટું રફ ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યું

DUBAI DIAMOND CONFERENCE 2022
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DMCC દ્વારા 21 ફેબ્રુઆરી 2022ના રોજ “ધ ફ્યુચર ઓફ ડાયમંડ” થીમ હેઠળ આયોજિત તેની પ્રતિષ્ઠિત દુબઇ ડાયમંડ કોન્ફરન્સ (DDC)નું આયોજન સફળતાપૂર્વક કર્યું હતું. જેમાં વૈશ્વિક હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
DMCCના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અહેમદ બિન સુલેમે તેમની શરૂઆતની ટિપ્પણીમાં જાહેરાત કરી હતી કે UAE રફ ડાયમંડ હબ તરીકે વૈશ્વિક સ્તરે ટોચના સ્થાને પહોંચ્યું છે, 2021માં USD $22.8 બિલિયન મૂલ્યના રફ હીરાનો વેપાર કર્યો હતો. સાથોસાથ દુબઇને પોલિશ્ડ સેગમેન્ટમાં પણ માર્કેટ લીડર બનાવવા માટે DMCC સતત પ્રયાસરત છે.
2015 થી, UAE એ તેના રફ હીરાના વેપારમાં 76% નો વધારો કર્યો છે, જે વિશ્વના અગ્રણી રફ ટ્રેડ હબ તરીકે બેલ્જિયમને પાછળ છોડી દે છે. UAE માં હીરાનો કુલ વેપાર 2020 અને 2021 ની વચ્ચે 83% વધ્યો હતો, જે ઉદ્યોગની કોઈપણ પરિસ્થિતિ સાથે ઝઝૂમવાની અને વૈશ્વિક ક્ષેત્રમાં દુબઈની મહત્વપૂર્ણ ભૂમિકા બંને દર્શાવે છે. દુબઈ આફ્રિકાના માઇનિંગ કરતા દેશો અને ભારતના મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ સહિત વિશ્વભરના અન્ય ડાયમંડ સેન્ટર્સ માટે સીધી કનેક્ટિવિટી ધરાવે છે, જેના પરિણામે દુબઈ વૈશ્વિક હીરા ઉદ્યોગની સપ્લાય ચેઇન ને જોડતું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. વધુમાં, દુબઈ, યુએઈમાં બે કિમ્બર્લી પ્રોસેસ (KP) ઑફિસ આવેલી છે તેને દેશમાં રફ હીરા માટે એકમાત્ર પ્રવેશ બિંદુ બનાવે છે.


અહેમદ બિન સુલેમે, એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચેરમેન, દુબઈ ડાયમંડ એક્સચેન્જે DMCC કહ્યું હતું કે : “મને એ જણાવતા ખુબ જ પ્રસન્નતા થાય છે કે 2021 માં, દુબઈ, UAE, ગયા વર્ષે USD $22.8 બિલિયનના રફ વેપાર સાથે વિશ્વનું નંબર વન રફ ડાયમંડ ટ્રેડિંગ હબ બની ગયું છે. આજે DDC 2022માં વૈશ્વિક હીરાઉદ્યોગના અગ્રણી 550થી વધારે પ્રતિનિધિઓના સમર્થન અને હાજરીથી અમારો વિશ્વાશ માટે અમે તેમના આભારી છીએ અને આથી સાથે મળીને ઉત્તરોત્તર વૃદ્ધિ-વિકાસ કરવાની અમને પ્રેરણા અને બળ મળશે. આ મુખ્ય માઈલસ્ટોન વૈશ્વિક ઉદ્યોગને આગળ વધારવામાં દુબઈ અને ડીએમસીસી બંનેના સંકલ્પને સ્પષ્ટપણે દર્શાવે છે. દુબઇ ડાયમંડ કેપિટલ ઓફ ધ વર્લ્ડ બન્યા પછી પણ અમે માર્કેટને સાંભળવાનું, અનુકૂલન કરવાનું અને તે પ્રમાણે પગલાં લેવાનું મહત્વ સમજીએ છીએ – દુબઈ ડાયમંડ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ જ પદ્ધતિ દ્વારા જ અમે પોલિશ્ડ ડાયમંડ કેપિટલ બનવા માટે પણ સતત પ્રયન્તશીલ રહીશું.”

Manish Tomar, Overseas Editor, Diamond City Newspaper

દુબઈ દ્વારા નવા વેપારને આકર્ષવા, સુવિધા આપવા અને બિઝનેસને સુગમતા અને સરળતા ચલાવવા માટે DMCC કોઈ કસર બાકી નથી અને યુએઈને હીરાના વેપાર માટે અગ્રણી વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. DMCCનું દુબઈ ડાયમંડ એક્સચેન્જ એ વિશ્વની સૌથી મોટી હીરા ટેન્ડર સુવિધા આપે છે અને 1,100થી વધુ હીરા કંપનીઓ અહીં સુગમતાથી બિઝનેસ કરે છે. ઉદ્યોગ વ્યાવસાયિકોને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને સેવાઓ સુરક્ષા સાથે પ્રદાન કરે છે જેથી તેઓ વિશ્વાસ સાથે વેપાર કરી શકે અને આગળ વધી શકે.

કોન્ફરન્સની પાંચમી આવૃત્તિમાં 550 સરકારી અધિકારીઓ, વેપાર સંગઠનના સભ્યો અને સમગ્ર સપ્લાય ચેઇનના અગ્રણીઓ જેમાં માઇનર્સ, ઇમન્યુફેક્ચરર્સ, ફાઇનાન્સર્સ અને રિટેલર્સએ હાજરી આપી હતી. આ વર્ષના DDCમાં અંગોલા ના મિનરલ્સ, પેટ્રોલિયમ અને ગેસ મંત્રી ડો. દિયામાંતીનો અજેવેદો, ડી બિયર્સના સીઇઓ બ્રુસ ક્લીવર, સર્ગેઈ ઇવાનવ, અલરોસા ના સીઈઓ, વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સીસના પ્રમુખ યોરામ દ્વાશ, અને ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ રોની વેન ડેર લિન્ડેન મુખ્ય વક્તાઓ હતા.

ઉદ્યોગમાં સૌથી નિર્ણાયક પડકારો અને વૃદ્ધિની તકો પર સંવાદને પ્રોત્સાહિત કરવા માટે, DDCએ ચાર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું જેના મૉડરેટર GEMDAX એન્ટવર્પના સહસંસ્થાપક અનીશ અગ્રવાલએ કુશળતાપૂર્વક કર્યું હતું. તેમ ધ ફ્યુચર ઓફ ડાયમંડ્સ વિષય પર પણ પ્રકાશ પડ્યો હતો. પ્રથમ પેનલ ડિસ્કશનમાં ડી બિયર્સ અને અલરોસાના સીઈઓએ “કોવિડ દરમિયાન હીરાએ આટલું સારી કામગીરી કેવી રીતે કરી?” વિષય પાર ચર્ચા કરી હતી. બીજા પેનલ ડિસ્કશનમાં “ધ ન્યૂ કન્ઝ્યુમર અને બદલાતી માંગ” વિષય પર હૅલ્ઝબર્ગ ડાયમંડ્સના ચેરમેન અને સીઈઓ બેરીલ રાફ અને ડી બિયર્સ ગ્રુપ ફોરએવર માર્કના ચેરમેન અને એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન લૂઝીયર અને મલબાર ડાયમંડ્સ એન્ડ ગોલ્ડના એમડી શામલાલ અહેમદએ ચર્ચા કરી હતી. ત્રીજા પેનલ ડિસ્કશનમાં “ડાયમંડ સપ્લાય ચેઇન પર પુનર્વિચારણા” સરિન ટેક્નોલોજી ગ્રુપના સીઈઓ ડેવિડ બ્લોક, સીનોવાના સીઈઓ બરનોલ્ડ રીચાર્ઝગેન અને HB એન્ટવર્પના સહસંસ્થાપક રાફાયેલ પાપિસમેડોવએ ચર્ચા કરી હતી. ચોથા અને અંતિમ પેનલ ડિસ્કશનમાં “વેપારી સંગઠનોના પરિપ્રેક્ષ્ય” WFDBના પ્રેસિડેન્ટ યોરામ દવાશ, IDMAના પ્રેસિડેન્ટ રોની વાન્ડરલિન્ડેન, WDCના પ્રેસિડેન્ટ એડવર્ડ એશચર, RJCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આયરિશ વાન ડેર વેકેન, CIBJOના પ્રેસિડેન્ટ ગાયેન્ટનો કેવાલીયેરી અને GJEPCના પ્રેસિડેન્ટ કોલીન શાહએ ચર્ચા કરી હતી. ડી બિયર્સ ગ્રુપ ફોરએવર માર્કના ચેરમેન અને એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન લૂઝીયરને હીરાઉદ્યોગમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS