DIAMOND CITY NEWS, SURAT
એક ગ્રાહકે બાર્ગેન કરીને 12.15 કેરેટનું કાશ્મીર સેફાયર ખરીદ્યું ત્યારે તે ખુશ હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ તે લગભગ નકામા સિન્થિટેક જેવું છે ત્યારે તેની નિરાશાનો પાર ન રહ્યો હતો.
ઇન્ડોનેશિયામાં મુસાફરી કરતી વખતે એક અનામી ગ્રાહકે “પ્રતિષ્ઠિત” લેબ રિપોર્ટ સાથે, વ્હાઇટ મેટલ રિંગમાં ઓવલ મોડીફાઇડ સ્ટેપ કટ જેમ સેટ માટે અંદાજે 14,000 ડોલર ચૂકવ્યા હતા.
પરંતુ તેઓએ તેને GSI મુંબઈ ખાતે લેબ ટેસ્ટ માટે મોકલ્યા બાદ તેને સ્થાનિક જ્વેલર્સ પાસે લઈ ગયા જેઓ ચિંતિત હતા કે તે વાસ્તવિક નીલમ (સેફાયર) નથી.
લેબોરેટરીએ કહ્યું કે, “મેગ્નિફિકેશન હેઠળ, અસંખ્ય નાના ગેસ-બબલ્સ અને ફરતી પટ્ટાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે ફ્લેમ ફ્યુઝન લેબોરેટરી ગ્રોથ પ્રોસેસની લાક્ષણિકતા છે.
તમામ નીલમમાં સૌથી વધુ મૂલ્યવાન, કાશ્મીર બ્લુની કિંમત સામાન્ય રીતે ગુણવત્તાના આધારે કેરેટ દીઠ 5,000 ડોલર થી 50,000 ડોલર સુધીની હોય છે. લેબગ્રોન સેફાયરની કિંમત માત્ર થોડાક સો ડોલર હોઈ શકે છે.
GSI ઇન્ડિયાના ચીફ જેમોલિજસ્ટ દીપા શ્રીનિવાસાએ ચેતવણી આપી હતી કે, વિક્રેતાઓ વેચવામાં આવેલા જેમ્સને કુદરતી હોવાનો દાવો કરી શકે છે, ડિસ્કાઉન્ટેડ કિંમતે જેમ્સની પ્રામાણિકતાનો દાવો કરવા માટે લેબોરેટરી રિપોર્ટ પણ આપી શકે છે.
આ કિસ્સામાં, છેતરપિંડી કરનાર વિક્રેતાએ લેબ રિપોર્ટ પરના સ્પેક્સને મેચ કરવા માટે સિન્થેટીક નીલમ બનાવ્યું હતું, જેના કારણે ક્લાયન્ટને ખરીદી કરવા પર વિશ્વાસ આવી ગયો હતો.
ટુરિસ્ટો માટે જાગ્રત રહેવું અને માત્ર પ્રતિષ્ઠિત સ્ટોર્સ અથવા બ્રાન્ડ્સ પાસેથી જ ખરીદવું મહત્વપૂર્ણ છે જે કાયદેસર લેબોરેટરી અહેવાલો સાથે જેમ્સ વેચે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM