DIAMOND CITY NEWS, SURAT
દુનિયાના સૌથી ઊંચા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન માટે 17 ડિસેમ્બર 2023ના દિવસે સુરત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરત ડાયમંડ બુર્સ તરફથી અમૂલ્ય અને અણમોલ ભેટ આપવામાં આવી હતી. આ ભેટ સુરત ડાયમંડ બુર્સમાં PM મોદીના સહયોગની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમાને છાજે તેવી આ ભેટ હતી.
સુરત ડાયમંડ બુર્સના સંચાલકો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવા માટે સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે તમે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં નંબર વન છો તો શા માટે સુરતમાં જ ટ્રેડીંગ હબ બનાવતા નથી.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે હમેંશા ઉત્સાહીત રહેતા અને દરેક સંભવ મદદ માટે તત્પર રહેતા હતા. તેમના ડાયમંડ ઉદ્યોગ માટેના ઉદારતા વાદી વલણનો આભાર વ્યક્ત કરવા માટે સુરત ડાયમંડ બુર્સે અમૂલ્ય ભેટ આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉચ્ચ ક્વોલિટીવાળા 50 કેરેટનો મોમેન્ટો આપવામાં આવ્યો હતો. આ 50 કેરેટમાં 1-1 કેરેટના 50 ડાયમંડ હતા. સાથે રાઉન્ડ વર્લ્ડનો મેપ અને ઉપર વિમાનની ડિઝાઈન મૂકવામાં આવી હતી.
આમાં એ વાત દર્શાવવામાં આવી હતી કે, પહેલા સુરતમાં 84 વાવટા ફરકતા હતા અને સુરત વહાણવટા માટે જાણીતું હતું. હવે સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશોના લોકો બિઝનેસ કરશે એટલે SDBમાં 175 વાવટા ફરકતા થયા છે.
વિમાન એટલા માટે બતાવવામાં આવ્યું હતું કે પહેલા વહાણવટા માટે જાણીતું હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે તો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે પણ જાણીતું બનશે. સાથે દેશનો સન્માનીય ધ્વજ પણ PM મોદીને ભેટમાં આપવામાં આવ્યો હતો.
17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન વેળાએ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ લખાણી, સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ અને એચવીકે ઇન્ટરનેશનલના ચૅરમૅન નાગજીભાઇ સાકરીયા, સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન અને ધર્મનંદન ડાયમંડના માલિક લાલજીભાઇ પટેલના હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહામૂલી ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ગિફ્ટની કિંમત જાણવાની અમે ઘણી કોશિશ કરી હતી, પરંતુ SDBના સંચાલકોએ કિંમત જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM