ડી બિયર્સની વર્ષની છેલ્લી સાઈટમાં રફનું વેચાણ વધતાં બજાર સુધરવાના સંકેત મળ્યા

2023ની છેલ્લી સાઈટમાં ડી બીયર્સે વર્તમાન માંગને અનુરૂપ, રફ ડાયમંડ સપ્લાયના નીચલા સ્તરની ઓફર કરવાનું ચાલુ રાખ્યું હતું.

De Beers last sight of the year showed signs of an improving market as rough sales increased
ઈલેન બેનિસ્ટર દ્વારા ફોટો © એંગ્લો અમેરિકન
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુરોપિયન બજારોમાં પોલિશ્ડની ડિમાન્ડ નહીં હોવાના લીધે લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલાં ભારતીય હીરા ઉત્પાદકોએ દિવાળી પહેલાં તા. 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર સુધી રફની ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેને ડી બિયર્સ સહિતની માઈનીંગ કંપનીએ સ્વીકાર્યો હતો.

આ નિર્ણય એક રીતે હીરા ઉદ્યોગ માટે કરેક્શન સાબિત થયો છે. હવે ફરી ધીમે ધીમે વેપારની ગાડી પાટે ચઢી રહી છે, તેનો મોટો દાખલો ડી બિયર્સની 10મી સાઈટના પરિણામો છે. 10મી સાઈટમાં ડી બિયર્સની રફનું વેચાણ વધીને 130 મિલિયન ડોલર પર પહોંચ્યું છે.

ડી બિયર્સે જણાવ્યું હતું કે, 2023ના દસમી અને છેલ્લી સાઈટ માટે તેના રફ હીરાના વેચાણમાં પાછલા વર્ષની સરખામણીએ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, 9મી નવેમ્બર અને 19મી ડિસેમ્બર વચ્ચેના સમયગાળા માટે કામચલાઉ વેચાણ મૂલ્ય $130 મિલિયન હતું.

આ 2022ના સમાન ચક્રમાં નોંધાયેલા $417 મિલિયનથી 69% ઘટાડો છે. જોકે, ચાલુ વર્ષની પાછલી સાઈટો કરતા તે સારા પરિણામ દર્શાવે છે. 2023ની આ અગાઉની 9મી સાઈટમાં $86 મિલિયન ડોલરની જ રફ વેચાઈ હતી, જેથી 10મી સાઈટમાં 51% રફ વધુ વેચાઈ હોવાનું સૂચવે છે, જે બજાર માટે સારા સંકેત છે.

ડી બીયર્સના સીઇઓ અલ કૂકે ઓછા વેચાણનું કારણ બજારમાં નબળી માંગને અનુરૂપ તેના રફ હીરાના પુરવઠાને ઘટાડવાની કંપનીની વ્યૂહરચનાને આભારી છે. તેમણે કહ્યું 2023ની છેલ્લી સાઈટમાં ડી બીયર્સે વર્તમાન માંગને અનુરૂપ, રફ ડાયમંડ સપ્લાયના નીચલા સ્તરની ઓફર કરવાનું ચાલુ રાખ્યું હતું.

જેમ-જેમ વર્ષના અંતમાં રજાઓની મોસમ આગળ વધી રહી છે, અમે એવા સંકેતો જોઈ રહ્યા છીએ કે હીરા ઉદ્યોગ જથ્થાબંધ પુરવઠા અને માંગ વચ્ચેનું સંતુલન પાછું મેળવી રહ્યું છે. ઇન્વેન્ટરીનું સ્તર ઘટ્યું હોવાથી પોલિશ્ડ ડાયમંડના ભાવ સ્થિર થયા હોય તેવું લાગે છે, જોકે અમે અપેક્ષા રાખીએ છીએ કે રફ ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિમાં સુધારો ધીમે ધીમે થશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS