ઈરાનના વેપારીઓની ગોલ્ડ અને કલર્ડ સ્ટોન ક્ષેત્રે ભારત સાથે વેપાર સંબંધો ગાઢ બનાવવાની ઈચ્છા

ઈરાનના પ્રતિનિધિમંડળે મુંબઈમાં જીજીઈપીસીના અધિકારીઓ સમક્ષ જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રે બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી

Desire of Iranian traders to deepen trade relations with India in the field of gold and coloured stone
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ભારતની બોલબાલા હવે વિશ્વભરમાં છે. વિશ્વના અન્ય દેશના વેપારીઓ હવે ભારત સાથે વેપાર કરવા માંગે છે. તાજેતરમાં તા. 19મી ડિસેમ્બરના રોજ ઈરાનનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું. અહીં મુંબઈમાં તે પ્રતિનિધિમંડળ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના અધિકારીઓને મળ્યું હતું. આ મિટિંગમાં ઈરાનના પ્રતિનિધિમંડળે ભારત સાથે ગોલ્ડ અને કલર્ડ સ્ટોનના દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે ઈચ્છા દર્શાવી હતી.

આ પ્રતિનિધિમંડળમાં કર્માન ગવર્નરેટના ઈકોનોમીક ડેપ્યુટી અમીર હસનઝાદેહ અને કર્માનના જેમ પ્રોજેક્ટના પ્રભારી અધિકારી મોહમ્મદ મહદી શેખ સુઆઈ સામેલ હતા. તેઓએ ગોલ્ડ અને કલર્ડ સ્ટોનના ઉત્પાદક તરીકે ઈરાનની પાંચ સોનાની ખાણો અને ઉત્પાદન સાથેની સંભવિતતાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગાર્નેટ, એમિથિસ્ટ અને એગેટ જેવા વિવિધ રત્નો વિશે જાણકારી આપી હતી.

પ્રતિનિધિમંડળે ભારતીય જેમ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે ઘનિષ્ઠ વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા ઈરાનમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં પણ રસ દાખવ્યો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS