રફ ડાયમંડનું વેચાણ વધતાં એકાતીની આવકમાં ઉછાળો

કેનેડિયન માઈન્સની રફનું વેચાણ 1 ઓક્ટોબર થી 21 ડિસેમ્બરના સમયગાળામાં 40 ટકા વધીને 170 મિલિયન ડોલર થયું છે.

Ekatis revenue surges as rough diamond sales increase
ફોટો : એકાતી ખાણમાં ઓરનું પરિવહન કરતી ટ્રક. (બર્ગન્ડી ડાયમંડ માઇન્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કેનેડાની એકાતી ખાણમાંથી નીકળતી રફનું વેચાણ વધતા આવક વધી છે. બરગન્ડી ડાયમંડ માઈન્સના માલિકોના જણાવ્યા મુજબ ડિમાન્ડ મજબૂત થતા ચોથા ક્વાર્ટર દરમિયાન એકાતી ડિપોઝીટના રફ ઉત્પાદનમાંથી આવકમાં વધારો થયો હતો.

કેનેડિયન માઈન્સની રફનું વેચાણ 1 ઓક્ટોબરથી 21 ડિસેમ્બરના સમયગાળામાં 40 ટકા વધીને 170 મિલિયન ડોલર થયું છે. આ અગાઉ ગયા વર્ષે સમાન સમયગાળામાં 121 મિલયન ડોલરનું વેચાણ રહ્યું હતું. વેચાણનું વૉલ્યુમ 55 ટકા વધીને 2 મિલિયન કેરેટ થયું છે. જે એક વર્ષ અગાઉ 1.3 મિલિયન કેરેટ હતું. બર્ગન્ડીએ આ આંકડાઓને 31 ડિસેમ્બરે પુરા થતાં ત્રિમાસિક ગાળાના વેચાણ તરીકે દર્શાવ્યા હતા.

ચોથા ક્વાર્ટરમાં પ્રાપ્ત થયેલા વેચાણના રિઝલ્ટ મુજબ એકાતી એસેટ પર્ફોમન્સ અને કેનેડિયન ઉત્પત્તિના મૂલ્યની મજબૂતાઈ દર્શાવે છે એમ બર્ગન્ડીના સીઈઓ કીમ ટ્રુટરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, બજાર સ્થિતિસ્થાપકતા સૂચવી રહ્યું છે. અપેક્ષા કરતા વધુ મજબૂત રિટેલ સેલ્સના લાભ તેમજ સપ્લાય ચેઈનને સંચાલિત કરવા માટે ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા રિસ્પોન્સિબલ પગલાંનો લાભ પણ મળ્યો છે. અમને નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ફંડામેન્ટલ્સની મજબૂતાઈમાં વિશ્વાસ છે. જ્યાં લાંબાગાળાની ડિમાન્ડ સપ્લાય કરતા વધશે.

બર્ગન્ડીએ માર્ચમાં 136 મિલિયન ડોલરમાં આર્કિટેક કેનેડિયન ડાયમંડ કંપની પાસેથી એકાતી ખરીદી હતી. માઈનર્સ ચોથા ક્વાર્ટર દરમિયાન 10.8 કેરેટથી વધુની રફ સિવાય તેની તમામ ઉપલ્બ્ધ રફ ડાયમંડની ઈન્વેન્ટરી વેંચી દીધી હતી, જે તે સમગ્ર વર્ષ દરમિયાન ખાસ હરાજી દ્વારા વેચે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS