DIAMOND CITY NEWS, SURAT
દર વર્ષની જેમ વર્ષ 2023 માં ચર્ચાઓમાં રહેનારા હીરાની યાદી જાહેર થઈ છે. જેમાં માઈનર્સે શોધી કાઢેલા પાંચ રફ પથ્થરો અને હરાજીમાં દેખાતા પાંચ પોલિશ્ડ ડાયમંડનો સમાવેશ થાય છે. એવા કેટલાક હીરાનો “સન્માન સાથે ઉલ્લેખ” પણ કરાયો છે જે કદ અથવા મૂલ્ય મામલે કોમ્પિટિશન કરતા નથી પરંતુ અલગ છે.
આ ચાર પત્થરોએ બજારમાં તેમની વિશિષ્ટતા અથવા લેબોરેટરીમાં ઉત્પાદન મામલે ચર્ચા જગાવી હતી. ખાણકામ અને હરાજી માટે પ્રભાવશાળી 12 મહિનામાં આ એવા હીરા છે જેણે ડાયમંડ જ્વેલરી વિશ્વને હચમચાવી નાંખ્યું હતું.
રફ ડાયમંડ્સ : ખાણકામની પાંચ સૌથી મોટી શોધ
લુકારા ડાયમંડ ક્રોપ : બોત્સવાનાની કારોવે ખાણમાંથી ઓગસ્ટમાં ફરી મળી આવેલો 1081.1 કેરેટનો આ મોટો સફેદ રંગનો IIa કેટેગરીનો ડાયમંડ છે. પાછલા આઠ વર્ષમાં આ ખાણમાંથી 1000 કેરેટથી વધુ વજન ધરાવતો આ ચોથો હીરો જ મળ્યો છે, જે તેનું મહત્ત્વ દર્શાવે છે.
લુકારાએ બીજા વિશાળ જેમ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. તે 692.3 કેરેટનો સફેદ રંગનો IIa પ્રકારનો ડાયમંડ છે. સાઉથ લોબથી તે કારોવેની ખાણમાંથી મળી એવાલો ઉચ્ચ ગુણવત્તાની રફ તરીકે જાણીતો છે.
અલરોઝાની યાકુતિયાની માયાત ખાણમાંથી 390.7 કેરેટના હીરાએ વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેનારા હીરામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તે સપ્ટેમ્બર મહિનામાં મળ્યો હતો. તેનો આકાર અનિયમિત છે. આછા પીળા રંગનો આ રફ ભૂરા રંગના પ્રભામંડળથી ઘેરાયેલો છે. પાછલા 10 વર્ષમાં રશિયાની ખાણમાંથી મળી આવેલો આ સૌથી મોટો હીરો છે.
લુકાપા ડાયમંડ કંપનીને નવેમ્બરમાં અંગોલાની લુલો ખાણમાંથી 235 કેરેટ રફ મળી હતી, જે ચોથું સ્થાન ધરાવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળો IIa પ્રકારનો વ્હાઈટ ડાયમંડ એ ડિપોઝીટમાંથી મળી આવેલો બીજો સૌથી મોટો હીરો છે.
લુકાપાની લુલો ખાણમાંથી અનેક મોટા રફ ડાયમંડ વર્ષ 2023માં મળ્યા છે, જેમાં 208 કેરેટના ઉચ્ચ ગુણવત્તાના IIa પ્રકારના વ્હાઈટ ડાયમંડનો પણ સમાવેશ થાય છે. નવેમ્બરમાં લિઝેરિયા અથવા ફ્લડપ્લેન ખાણના વિસ્તારમાં આ જોવા મળ્યો છે.
સન્માનીય: લેસોથોની લેસેંગ ખાણમાંથી જુલાઈ મહિનામાં 163.91 કેરેટનો પ્રભાવશાળી જેમ ડાયમંડ ફરી મળ્યો છે. 100 કેરેટથી વધુ વજન ધરાવતો બીજો ડાયમંડ અહીંથી મળ્યો છે. તે પીળા રંગનો છે.
લેસોથોની કાઓ ખાણમાંથી 108.39 કેરેટનો ફૅન્સી ઈન્ટેન્સ પિંક IIA પ્રકારનો સ્ટોર્મ માઉન્ટેન ડાયમંડ્સ મળ્યો હતો. આ ગુલાબી હીરો અત્યાર સુધીના સૌથી મોટા પિંક ડાયમંડ પૈકીનો એક છે તેથી તેનો સન્માન સાથે ઉલ્લેખ કરાયો છે.
પોલિશ્ડ હીરા : હરાજીમાં સૌથી મૂલ્યવાન હીરા
ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે નવેમ્બરમાં જીનીવા મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સની હરાજીમાં પિઅર આકારનો 17.61 કેરેટ ફૅન્સી વિવિડ બ્લુ ફ્લોલેસ હીરા દર્શાવતી વીંટી વેંચી હતી. તેને ખૂબ ચર્ચા જગાવી હતી. બ્લ્યુ રોયલ એ માત્ર 2023નું સૌથી મોંઘી હરાજી હતી. તેણે 44 મિલિયન ડોલરની કમાણી કરી હતી, તે રંગ અને ક્લેરિટીનો અત્યાર સુધીનો સૌથી મોટો હીરો પણ હતો.
આ કુશન કટ 10.57 કેરેટનો ફેન્સી વિવિડ જાંબલી અને ગુલાબી ફ્લોલેસ હીરો જૂનમાં સોથેબીની ન્યુયોર્ક મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ હરાજીની ખાસિયત રહી હતી. ધ ઈટર્નલ પિન્ક હરાજીમાં તેના રંગનો સૌથી મુલ્યવાન ડાયમંડ હતો. તે 34.8 મિલિયનમાં હરાજીમાં રજૂ કરાયો હતો.
રેડિયેન્ટ કટ 11.28 કેરેટનો ઈન્ફનાઈટ બ્લ્યુ ડાયમંડ સોથેબીની હોંગકોંગની હરાજીમાં ચર્ચામાં રહ્યો હતો, પરંતુ તે તેના અંદાજ કરતા ઓછી કિંમતે વેચાયો હતો. આ વર્ષે હરાજીમાં વેચાયેલા ત્રીજા સૌથી મુલ્યવાન હીરા તરીકેનું તે સ્થાન ધરાવે છે. તે 25.3 મિલિયન ડોલરમાં વેચાયો હતો.
આ કેટેગરીમાં બલ્ગેરી લગુના બ્લ્યુ ચોથું સ્થાન ધરાવે છે. તે 25.2 મિલિયનમાં વેચાયો હતો. પિઅર આકારનો 11.16 કેરેટનો ફેન્સી વિવિડ બ્લુ ડાયમંડ કે જે સોથેબીના મે જીનીવા મેગ્નિફિસન્ટ જ્વેલ્સ અને નોબલ જ્વેલ્સ સેલ્સનું નેતૃત્વ કરે છે.
ધ પીસ ઓફ લાઈટ ડાયમંડ એક પિઅર બ્રિલિયન્ટ કટનો 126.67 કેરેટનો ડાયમંડ છે. તે ડી કલર ફ્લોલેસ છે. ક્રિસ્ટીઝ મેગ્નિફિસન્ટના ન્યૂયોર્કની હરાજીમાં તે ટોચ પર રહ્યો હતો. તેણે 13.6 મિલિયન ડોલરની કમાણી કરી આપી હતી. આ ડાયમંડ અગાઉ ઝાલે પરિવારની માલિકીનો હતો. તે અનામત વિના ઓફર કરાયો હતો.
આ કટ કોર્નરવાળો લંબચોરસ મોડિફાઈડ બ્રિલિયન્ટ કટ 20.19 કેરેટનો સન્માનીય ફેન્સી પિંક ડાયમંડ આ યાદીમાં ફિલિપ્સની પહેલી એન્ટ્રી છે. નવેમ્બરમાં જીનીવા જ્વેલરીની હરાજીમાં તે 13.2 મિલિયન ડોલરમાં વેચાયો હતો.
ડી બિયર્સએ શોધી કાઢેલો આ ડાયમંડ અંદર એક અલગ ફ્રી મૂવિંગ ડાયમંડ છે જે એપ્રિલમાં મળ્યો હતો. બોત્સવાનામાં કંપનીની એક ખાણમાંથી નીકળેલા પત્થરને બીટીંગ હાર્ટ નામ આપવામાં આવ્યું હતું.
ધ એસ્ટ્રેલા ડી ફુરા નામનો 55.22 કેરેટનો મોઝામ્બિક રૂબી સોથેબીના ન્યુયોર્ક ખાતે જૂન મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સની હરાજીમાં 34.8 મિલિયન ડોરમાં વેચાયો હતો. કોઈપણ કલર સ્ટોન માટે તે વર્લ્ડ રેકોર્ડ હતો.
આ એમરલ્ડ કટ 50.25 કેરેટનો જી કલર વીએસ ટુ ક્લેરિટીનો સ્ટોન જે ભારત ખાતેની ઈથેરિયલ ગ્રીન દ્વારા બનાવાયો હતો. તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. કારણ કે તે લેબોરેટરીમાં ઉત્પાદિત સૌથી મોટો પોલિશ્ડ ડાયમંડ હતો.
ગ્રીન લેબ દ્વારા ઉત્પાદિત એ 7.5 કેરેટનો લેબગ્રોન ડાયમંડ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની જીલ બિડેનને ભેંટમાં આપ્યો હતો, તેથી તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM