હોંગકોંગમાં લક્ઝરી રિટેલ માર્કેટ પાટે ચઢી રહ્યું છે

ખાસ કરીને જ્વેલરી, વોચીસ, મૂલ્યવાન ગિફ્ટમાં વાર્ષિક ધોરણે 61 ટકા આવક વધીને નવેમ્બર મહિનામાં 599.1 મિલિયન ડોલર થઈ છે.

The luxury retail market in Hong Kong is booming
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ વર્ષ 2023ના પ્રારંભથી હોંગકોંગમાં બજારો ખુલ્યા હતા અને ધીમે ધીમે પ્રવાસીઓની અવરજવર વધી હતી, તેના પરિણામે વર્ષના અંત સુધીમાં હોંગકોંગમાં લક્ઝરી રીટેલ માર્કેટ સુધર્યું છે અને હવે વેચાણમાં પ્રગતિ જોવા મળી રહી છે.

પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થવા સાથે હોંગકોંગના બજારોમાં ખર્ચને પ્રોત્સાહ કરવા અને અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે સરકારના પ્રયાસોના પગલે હોંગકોંગમાં નવેમ્બરમાં રિટેલ સેલ્સમાં વધારો જોવા મળ્યો હતો.

ખાસ કરીને જ્વેલરી, વોચીસ, મૂલ્યવાન ગિફ્ટમાં વાર્ષિક ધોરણે 61 ટકા આવક વધીને નવેમ્બર મહિનામાં 599.1 મિલિયન ડોલર થઈ છે. સરકારના સેન્સસ અનુસાર તમામ પ્રોડ્કટ કેગેટરીમાં રિટેલ સેલ્સ 16 ટકા વધીને 4.38 બિલિયન ડોલર થયું છે.

અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વૃદ્ધિ અનુકૂળ પરિસ્થિતિને દર્શાવે છે. કારણ કે ગયા વર્ષે હોંગકોંગમાં સમાન સમયગાળામાં કોવિડ-19ના પ્રતિબંધો લદાયેલા હતા. તે સમય દરમિયાન હોંગકોંગમાં ટુરીસ્ટની સંખ્યા અત્યંત ઓછી હતી. મ્યુનિસિપાલિટી તેની મોટા ભાગની લક્ઝરી આવક ટુરીસ્ટ પાસેથી મેળવે છે. મોટા ભાગે ચીનથી સામાન ખરીદવા હોંગકોંગ આવતા પ્રવાસીઓની આવક મુખ્ય છે. હોંગકોંગ અને મેઈનલેન્ડ વચ્ચેની સરહદ ગયા વર્ષની શરૂઆતમાં ફરી ખોલવામાં આવી હતી.

વર્ષના પહેલાં 10 મહિનામાં જ્વેલરી, વોચ, ગિફ્ટમાંથી આવક 55 ટકા વધીને 7 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા માટે રિટેલ સેલ્સ 17 ટકા વધીને 47.43 બિલિયન ડોલર થયું છે.

 હોંગકોંગ ટુરિઝમ બોર્ડના ડેટા અનુસાર નવેમ્બરમાં હોંગકોંગમાં 3.3 મિલિયન મુલાકાતીઓ આવ્યા હતા, જે 2022 ના સમાન મહિનામાં 113,763 હતા. જેઓ તે મહિનામાં મ્યુનિસિપાલિટીમાં ગયા હતા, તેમાંથી 2.4 મિલિયન મેઇનલેન્ડના હતા, જે એક વર્ષ પહેલા 58,694 હતા.

એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇનબાઉન્ડ ટુરિઝમના પુનરુત્થાનની સાથે નવેમ્બરમાં એક વર્ષ અગાઉના નવેમ્બરમાં કુલ છૂટક વેચાણનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધ્યું હતું. ઇનબાઉન્ડ ટુરિઝમની વધુ પુનઃપ્રાપ્તિથી છૂટક ક્ષેત્રને ફાયદો થતો રહેવો જોઈએ. ઘરની આવકમાં સતત સુધારો તેમજ સરકાર અને ઉદ્યોગ દ્વારા શરૂ કરાયેલા વિવિધ પ્રમોશનલ ઝુંબેશ અને પ્રવૃત્તિઓને પણ ટેકો આપવો જોઈએ.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS