DIAMOND CITY NEWS, SURAT
વર્ષ 2023 ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઘટનાઓથી ભરપૂર રહ્યું. રશિયન ડાયમંડ પર પ્રતિબંધ, ડી-બિયર્સ અને બોત્સવાનાના સોદા સહિતની બાબતો વર્ષ દરમિયાન ચર્ચામાં રહી. ચાલો જાણીએ કઈ 5 બાબતો 2023માં હીરા ઉદ્યોગમાં ચર્ચિત રહી.
1. પ્રતિબંધ
યુક્રેન સામે યુદ્ધ છેડનાર રશિયા સામે વ્યાપારિક પ્રતિબંધો વર્ષ 2023માં સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો હતો. વર્ષના અંતે રશિયાની અલરોઝા ખાણમાંથી નીકળતા હીરા પર યુએસ પ્રેસિડેન્ટ જો બિડેને પ્રતિબંધ મુક્યો હતો. પછી ભલે તે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત હોય.
મતલબ કે કટ એન્ડ પોલિશ્ડ થયા હોય. યુરોપિયન યુનિયને પણ પ્રતિબંધોની જાહેરાત કરી છે. તેઓ કેવી રીતે આ પ્રતિબંધ લાગુ કરશે તેના કેટલાંક નિયમોની રૂપરેખા પણ આપી છે. જોકે, આ અંગે ઘણા પ્રશ્નોના ઉત્તર હજુ મળ્યા નથી. સંભવ છે કે 2024 વધુ સારી રીતે આ બાબતો પર પ્રકાશ પાડશે.
2. ડી બિયર્સ-બોત્સવાના સોદો
બોત્સવાની ખાણોમાંથી નીકળતી રફ પર વર્ષોથી ડી બિયર્સનો હક્ક રહ્યો છે, પરંતુ 2023માં બોત્સવાના સરકારે આ મામલે વલણ બદલતા ડી બિયર્સ અને બોત્સવાનાનો સોદો લાંબા સમય સુધી ઘોંચમાં પડ્યો હતો.
તેની હીરા ઉદ્યોગમાં ઘણી ચર્ચા થઈ હતી. લાંબી અને ક્યારેક તણાવપૂર્ણ ચર્ચા વિચારણનાને અંતે બોત્સવાના સરકાર અને ડી બિયર્સ વચ્ચે રફ ડાયમંડ મામલે કરાર થયા હતા, જેમાં સ્ટેટની માલિકીની ઓકવાન્ગો ડાયમંડ કંપની (ODC) દેશના રફનો મોટો હિસ્સો ડી બિયર્સને ઉપલબ્ધ કરાવશે.
આગામી 10 વર્ષ માટે તે કરાર થયા જેમાં વર્તમાન 25 ટકાથી મહત્તમ 50 ટકા સુધીના સપ્લાયનો સમાવેશ થાય છે. બંને પક્ષો કેટલીક શરતો પર સંમત થયા છે. જોકે તેઓએ કરારને અંતિમ રૂપ આપ્યું નથી. તેઓ આ વર્ષે 2024માં ખાણ કામ ચાલુ રાખવા માંગતા હોય તો તેઓને તે અંગે સ્પષ્ટતા કરવાની જરૂર પડશે.
3. લુકારા-બોત્સવાના-એચબી ડીલ
લુકારા ડાયમંડ કોર્પોરેશન, એચબી એન્ટવર્પ સાથે 2020થી કામ કરે છે. એક ઓફટેક કરાર બંને વચ્ચે છે જેમાં બોત્સવાનાની કારોવે ખાણમાંથી રફનો એક ભાગ સીધો બેલ્જિયન ઉત્પાદકને જાય છે. કટિંગ અને પોલિશ્ડ માટે આવકની ટકાવારી માઈનર્સને પરત કરવામાં આવે છે.
માર્ચમાં બોત્સવાના સરકારે એચબીમાં 24 ટકા હિસ્સો ખરીદયો છે. જોકે, સપ્ટેમ્બરની શરૂઆતમાં કો ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર ઓડેડ મન્સોરી તરફથી એચબીના સ્પિલ્ટને સીધું અનુસરીને લુકારા એ એચબી સાથેનો રફ સપ્લાય કરાર પૂર્ણ કર્યો હતો. ઉત્પાદક દ્વારા નાણાંકીય પ્રતિબદ્ધતાઓનો ભંગ કરવાના મામલાનો ઉલ્લેખ કરાયો હતો.
એચબી દ્વારા મન્સોરીને પુન:સ્થાપિત કરવામાં તકલીફ પડી. મીડિયામાં અટકળો ઉઠી કે બોત્સવાના સરકાર લુકારાને બેલ્જિયન ફર્મ સાથે પુન:જોડાણ કરવા દબાણ કરી રહી છે. તે સોદો કેવી રીતે ચાલશે તે જોવાનું બાકી છે.
4. હોંગકોંગ-ચીન આર્થિક રિકવરી
ચીન અને હોંગકોંગમાં વેચાણ સુધર્યું છે. ખાસ કરીને 2022 પછી ભવિષ્ય અંધકારમય દેખાયું હતું. કારણ કે કોરોનાની લહેરમાંથી હોંગકોંગ બહાર આવ્યું નહોતું. 2023ના પ્રારંભમાં હોંગકોંગમાં કોરોનાના નિયંત્રણો હળવા થયા બાદ સરકારે હોંગકોંગમાં ટૂરીઝ્મ પરના પ્રતિબંધો દૂર કર્યા હતા.
તેથી મેઈન લેન્ડના પ્રવાસીઓની સંખ્યા વધી હતી, જેથી સામાન્ય રીતે લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવા માટે હોંગકોંગમાં આવતા થયા હતા. આ અગાઉ 2022માં તે સંખ્યા લગભગ ઝીરો હતી. 2023ની શરૂઆતમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા બાદ મુસાફરો આવ્યા હતા. ત્યારથી હોંગકોંગમાં સેલ્સમાં રિક્વરી જોવા મળી છે.
જોકે, તેઓ હજુ સુધી કોવિડ 19 પહેલાંના સ્તર સુધી પહોંચ્યા નથી. ચીનમાં અત્યાર સુધી ઓછું અને ધીમું રિબાઉન્ડ જોવા મળ્યું છે. આ બે બજારો વર્ષ 2024માં કેવું પ્રદર્શન કરે છે તેની પર નજર રહેશે. આ બંને બજારોનું પર્ફોમન્સ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે નિર્ણાયક રહેશે.
5. વેડિંગ માર્કેટ
બ્રાઈડલ જ્વેલરીના માર્કેટમાં વર્ષ 2023માં ઘટાડો જોવા મળ્યો હતો. સિગ્નેટ જ્વેલર્સે નોંધ્યું હતું કે ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં બ્રાઈડલ જ્વેલરીના વેચાણમાં ઘટાડો થયો હતો. કારણ કે ઘણા લોકો રોગચાળા દરમિયાન ડેટ કરી શક્યા નહોતા.
જોકે, નવેમ્બરમાં માંગમાં વધારો નોંધાવાનું શરૂ થયું હતું એવું કેટલાંક રિટેલર્સે નોંધ્યું હતું. ડિસેમ્બર યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઇલિંગમાં બંને અવલોકનો બહાર આવ્યા હતા. 2024માં સગાઈ વધશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM