ફ્રેડરિક અરનોલ્ટ એલવીએમએચ વોચ ડિવિઝનના સીઈઓ બનશે

ફ્રેડરિકના વોચ મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રી માટે તેમની અનોખા વિઝનના લીધે ટેગ હ્યુઅરમાં શાનદાર પરિવર્તન જોવા મળ્યું છે. - સ્ટીફન બિયાનચી

Frederic Arnault to become CEO of LVMH Watch Division
ફોટો : ફ્રેડરિક આર્નોલ્ટ. (LVMH)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ફ્રેડરિક અરનોલ્ટ એલવીએમએચના વોચ ડિવિઝનના નવા સીઈઓ બનશે. તેઓ કંપનીના હ્યુગર, હબ્લોટ અને જેનિથ બ્રાન્ડની દેખરેખ રાખશે.

ફ્રાંસના લક્ઝરી ગ્રુપના માલિક બર્નાર્ડ અરલોલ્ટના પુત્ર અરનોલ્ટ 2020થી ટેગ હ્યુઅરના સીઈઓ અને પ્રેસિડેન્ટ છે. આ બ્રાન્ડના પરિવર્તન અને પ્રગતિ માટે નેતૃત્વ કર્યા બાદ હવે તેઓને અન્ય વોચ કેટેગરીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ વોચ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે એલવીએમએચની સ્થિતિને મજબૂત કરવાનું કાર્ય તેઓ કરશે.

જેનિથના સીઈઓ જુલિયન ટોર્નર ટેગ હ્યુઅરના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે બેનોઈટ ડી કલર્ક જે પહેલાં રિકમોન્ટમાં કામ કરતા હતા તેઓ જેનિથમાં ટોર્નરનું સ્થાન લેશે. ડી ક્લર્સ અને હબ્લોટના સીઈઓ રિકાર્ડો ગ્વાડાલૂપ, ફ્રેડરિક એરનોલ્ટને રિપોર્ટ કરશે. જ્યારે એરનોલ્ટ એલવીએમએચમાં વોચ અને જ્વેલરી સેક્શનના સીઈઓ સ્ટીફન બિયાનચીને રિપોર્ટ કરશે.

બિયાન્ચીએ કહ્યું કે, ફ્રેડરિકે પાછલા છ વર્ષમાં ટેગ હ્યુઅરમાં જબરદસ્ત કામ કર્યું છે. વોચ મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રી માટે તેમની અનોખા વિઝનના લીધે ટેગ હ્યુઅરમાં એક શાનદાર પરિવર્તન જોવા મળ્યું છે. તેમના નેતૃત્વમાં રેકોર્ડ સમયમાં ટેગ હ્યુઅરએ ઉચ્ચ પ્રદર્શન કર્યું છે, જેના લીધે લક્ઝરી વોચ બ્રાન્ડના રૂપમાં તેની શાખ વધુ મજબૂત થઈ છે. હું એ જોવા ઉત્સુક છું કે તેઓ પોતાના અનોખા વિઝન અને દૂરંદેશીની મદદથી અમારા ટકાઉ વિકાસને આગળ વધવા કેવા પરિવર્તનો કરે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS