DIAMOND CITY NEWS, SURAT
બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ માઇનિંગ (IBRAM) એ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ અને પબ્લિક સેફ્ટી અને દક્ષિણ અમેરિકાના દેશમાં કાર્યરત કેટલીક સૌથી મોટી માઇનિંગ કંપનીઓ સાથે મળીને ગોલ્ડ માઇનિંગ ઓપરેશન્સનું આયોજન કરતી નગરપાલિકાઓ માટે વિશેષ સુરક્ષા યોજના વિકસાવી છે.
એક મીડિયા નિવેદનમાં, બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ માઇનિંગે કહ્યું કે, યોજનાનો મુખ્ય ધ્યેય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ દ્વારા કાર્ગો ચોરીને ટાળવાનો છે.
સરકાર અને માઇનર્સ વચ્ચે થયેલા કરારમાં સોના અને કિંમતી ધાતુઓના ઓપરેશન્સને અસર કરતા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવા માટે અભ્યાસ અને ડાયગ્નોસ્ટિક્સની તૈયારીની રણનીતિ તૈયાર થઇ શકે.
આ કામ National Secretariat of Public Safety (SENASP) દ્વારા સમુદાયો અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને હાથ ધરવામાં આવશે.
આશય એ છે કે,વિકસિત રણનીતિઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સંરક્ષણ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, અને ખાણકામ કંપનીઓ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ, રાજ્યો અને ફેડરેશન્સ વચ્ચે માહિતીના આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરે છે.
મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ પબ્લિક સેફ્ટી રિકાર્ડો કેપેલીએ હસ્તાક્ષર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, માઇનિંગ કંપનીઓ બ્રાઝિલના અર્થતંત્રના વ્યૂહાત્મક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને વેપાર સંતુલનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બ્રાઝિલમાં રોકાણ આકર્ષવા માટે સુરક્ષા એ આધારસ્તંભ છે.
આ સંયુક્ત પ્રયાસમાં અન્ય ક્ષેત્રો પણ સામેલ છે, જેમ કે બેંકો અને રોકડ,મૂલ્યવાન વસ્તુઓ લઇ જતી કુરિયર્સ કંપનીઓ.
નવો પ્રોટોકૉલ અંદાજે 50 બ્રાઝિલિયન મ્યુનિસિપાલિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં સોનું અને હીરા કાઢવામાં આવે છે અને જેની કુલ વસ્તી 700,000 લોકો સુધી પહોંચે છે.
કરારમાં આ વિસ્તારોના રહેવાસીઓ માટે સલામતી અને નિવારણના પગલાંના પ્રસારનો પણ સમાવેશ થાય છે.
માઇનિંગ કંપનીઓ જે લાંબાગાળાનું રોકાણ કરે છે, જે દેશ અને બ્રાઝિલના લોકો માટે ઘણા ફાયદાઓ પેદા કરે છે તેને તોડી પાડવામાં ગુનેગારોને માત્ર સેકન્ડનો સમય લાગે છે. બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ માઇનિંગના વાઈસ પ્રેસિડન્ટ, ફર્નાન્ડો અઝેવેડોએ કહ્યું કે, આ સ્થિતિ નેશનલ ટેરેટરીમાં ચાલુ ન રહેવી જોઇએ.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM