સુરત ડાયમંડ બુર્સની બાજુમાં હવે ઓલિમ્પિક ગેમ્સ માટે ઈન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનશે

ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરે તેવી શક્યતા છે; સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Next to the Surat Diamond Bourse, an international level sports complex will now be built for the Olympic Games
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ-2036માં ભારતને ઓલિમ્પિક ગેમ્સના આયોજનની જવાબદારી મળે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. ભારત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સનાં બે શહેરને તૈયારીઓ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.

જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકે કાર્યવાહી શરૂ કરી છે. સુરત સહિત ગુજરાતના ખેલાડીઓ ઇન્ટરનેશનલ ગેમ્સમાં રમવા તૈયાર થઈ શકે એ માટે ઓલિમ્પિક 2036ની પૂર્વે સુરતના ખજોદ ડાયમંડ બુર્સની નજીક આવેલી બ્લોક-સરવે નં.177 વાળી જમીન પર ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનાવાશે.

સુરત ડાયમંડ બુર્સ પાછળ 100 એકર જમીનમાં 200 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની દરખાસ્ત સુરતના કલેક્ટર આયુષ ઓકે ગાંધીનગર મોકલી હોવાનું જાણવા મળ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે 200 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ખજોદની સરવે નં. 177 વાળી 100 એકર જમીનની ફાળવણી માટે સુરત કલેક્ટરે દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલાવી છે. સુરતના જિલ્લા રમતગમત અધિકારીએ કલેક્ટર પાસેથી સુરત હીરા બુર્સની નજીક બ્લોક-સરવે નં. 177 વાળી જમીન પૈકી કુલ 161 વીઘાં જમીનની માંગ કરી હતી.

સુરત ડાયમંડ બુર્સ જ્યારે શહેરનું નવલું નજરાણું બન્યું છે, ત્યારે ખજોદના બ્લોક-સરવે નં. 177 વાળી વિશાળ જમીનમાં 15 વર્ષથી જિંગા માફિયાઓએ કબજો કરી હજારોની સંખ્યામાં ગેરકાયદે જિંગા તળાવ ઊભાં કરી દીધાં હતાં.

કલેક્ટરે એક કાંકરે બે પક્ષી મારવાનો વ્યૂહ અપનાવ્યો છે. કલેક્ટર તંત્ર હવે ખજોદની 177 નંબરની જમીનમાં બનેલાં ગેરકાયદે જિંગા તળાવો તોડવાનું શરૂ કરશે. જો કે, જિંગા તળાવ બનાવનારાઓને પહેલાથી માહિતી મળી ગઈ હોવાથી જિંગાનો પાક વીણી લઈ તળાવો ખાલી કરી દેવામાં આવ્યાં છે.

ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે અહીંની 100 એકર જગ્યા નક્કી કરવામાં આવતાં જિંગા તળાવો તોડી બુર્સની શોભા પણ વધારવામાં આવશે. આ તળાવો સરકારે ફાળવેલાં ન હોવા ઉપરાંત સંપૂર્ણ જમીન સરકારી હોવાથી વિકાસના નામે આ પ્રોજેક્ટ કાનૂની દાવપેચમાં પણ હવે અટકી શકશે નહીં. કલેક્ટરે ડાયમંડ બૂર્સની પાછળ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર માટે 100 એકર જમીન ફાળવવા નકશા સાથેની દરખાસ્ત ડિટેઇલ રિપોર્ટ સાથે સરકારમાં મોકલી આપી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS