ફેબ્રુઆરી 2024થી ઈન્ડિગો સુરત-દુબઈની ફ્લાઇટ શરૂ કરશે

નવું ટર્મિનલ બિલ્ડીંગ એક કરતાં વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવા સજ્જ થશે તો ફેબ્રુઆરીથી વિકમાં 3 દિવસ બેંગકોકની ફ્લાઈટ શરૂ થશે.

Indigo to start Surat-Dubai flight from February 2024
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023 એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત થી શારજાહની ફ્લાઇટને બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. ડિસેમ્બરમાં સુરત થી દુબઈ અને દુબઈ થી સુરતનાં 2 ફેરા મળી 2023માં શારજાહ-દુબઇ માટે સુરતથી 56,822 પેસેન્જર મળતાં ઇન્ડિગો એરલાઇન્સને સુરત-દુબઇ- સુરતની ફ્લાઇટ શરૂ કરવામાં રસ જાગ્યો છે.

ઇન્ડિગો એરલાઇન્સે 23 ફેબ્રુઆરીથી સપ્તાહમાં 3 દિવસની સુરત – દુબઈ – સુરત ફ્લાઇટ શરૂ કરવા દુબઈ અને સુરત એરપોર્ટ પર સ્લોટ મેળવી સુરતથી એની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તૈયારીઓ શરૂ કરી છે.

સંભવતઃ 23 ફેબ્રુઆરીથી વિકમાં ત્રણ દિવસ સોમવાર, ગુરુવાર અને શનિવારે સુરત થી દુબઈ જશે. સુરતથી ભારતીય સમય મુજબ રાતે 12:35 કલાકે ઊપડી 02:25 કલાકે દુબઈ પહોંચશે. દુબઈથી આ ફ્લાઇટ 17:15 કલાકે ઊપડી સુરત રાતે 21:30 આવી પહોંચશે.

ટાટા ગ્રુપના એર ઇન્ડિયા એક્સપ્રેસને સુરત એરપોર્ટથી નવેમ્બર મહિનામાં 6988 અને ડિસેમ્બરમાં 7349 પેસેન્જર મળ્યાં છે. આ ફ્લાઇટને 90% પેસેન્જર લોડ મળી રહ્યો છે. 9 જાન્યુઆરીથી સુરત-દુબઇ-સુરતની ફ્લાઇટ વિકમાં 4 દિવસ થતા જ આ એર ટ્રાફિક દક્ષિણ ગુજરાત અને એને અડીને આવેલા મહારાષ્ટ્રનાં જિલ્લાઓમાંથી વધી શકે છે.

કારણ કે આ જિલ્લાઓ નજીક કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી શરૂ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઇ-સુરત ફ્લાઇટ વિકમાં 4 દિવસની નિયમિત બની છે. 9 જાન્યુઆરીથી સુરતનાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રત્યેક મંગળ, શુક્ર, શનિ અને રવિવારે ફ્લાઇટ દુબઇ જઈ રહી છે.

એર ઇન્ડિયા એકસપ્રેસ સુરત-દુબઈની ફ્લાઇટ ડેઇલી ઓપરેટ કરવા માંગે છે, પણ નવું ટર્મિનલ બિલ્ડીંગ સજ્જ થતા સમય લાગશે, જેને લીધે હાલ તે વિકમાં 4 દિવસ ફ્લાઇટ ચલાવશે.         

નવું ટર્મિનલ બિલ્ડીંગ એક કરતાં વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવા સજ્જ થશે તો ફેબ્રુઆરીથી વિકમાં 3 દિવસ બેંગકોકની ફ્લાઈટ શરૂ થશે. એરઇન્ડિયા એક્સપ્રેસે સુરત-બેંગકોક ફ્લાઇટ માટે પણ શિડ્યુલની માંગ કરી છે. બેંગકોકની ફ્લાઈટ ફેબ્રુઆરી મધ્યથી શરૂ થઈ શકે છે. જોકે વડાપ્રધાનની જાહેરાત મુજબ ઈન્ડિગો એરલાઇન્સે હજી સુરત-હોંગકોંગ ફ્લાઈટનું કોઈ શિડયુલ જાહેર કર્યું નથી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS