DIAMOND CITY NEWS, SURAT
અયોધ્યામાં ઐતિહાસિક રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં, સુરતમાં બનેલો અનોખો મુગટ શ્રી રામ લલ્લાને અર્પણ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ ભક્ત અને પ્રખ્યાત હીરાના વેપારી શ્રી મુકેશ પટેલ તરફથી મળેલી ભક્તિ અને સુંદર કારીગરીનું પ્રતીક આ હીરા જડિત ભેટ ગ્રીન લેબ ડાયમંડ્સ ખાતે બનાવવામાં આવી છે.
ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા નૈતિક રીતે પ્રાપ્ત સામગ્રીનો ઉપયોગ કરીને ડિઝાઈન કરાયેલ મુગટ પર્યાવરણીય ટકાઉપણા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ૩૫૦ કેરેટ ઉચ્ચ ગુણવત્તાના પર્યાવરણ-મૈત્રીપૂર્ણ હીરા, ૪૫૦ કેરેટ રત્ન અને ૬૫૦ કેરેટ મોતીથી સજ્જ આ અદ્વિતીય સોનાના મુગટનું વજન આશરે ૪,૦૦૦ ગ્રામ છે. નૈતિક રીતે મેળવેલા રત્નો અને પ્રયોગશાળા નિર્મિત હીરાઓ પર્યાવરણ પ્રત્યે ગ્રીનલેબની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. હીરા અને મોતીથી જડેલા, આ મુગટમાં ૫ કેરેટથી ૧૮ કેરેટ સુધીના રત્નોનો ઉપયોગ કરેલ છે, જે તેને એક વિશિષ્ટ અને અદ્દભુત રચના બનાવે છે.
આ સફરની શરૂઆત થઇ ૪ જાન્યુઅરીના દિવસે, જ્યારે ગ્રીન લેબ ડાયમંડ્સ એલએલપીની ટીમ અયોધ્યામાં હતી અને એમને મૂર્તિકાર શ્રી અરુણ યોગીરાજ સાથે ચર્ચા વિચારણા કરવાની તક મળી. એમના માર્ગદર્શન હેઠળ, ઘણી રાતો વિચાર મંથન અને પરિશ્રમ કર્યાં બાદ એક સુંદર આકૃતિની રચના કરવામાં આવી. સમયની અછત હોવા છતાંય, ટીમે સફળતાપૂર્વક એક ડિઝાઈન બનાવી જે આબેહૂબ રામ મંદિરની મૂર્તિકલા જેવી જ હતી.
ઉત્પાદન કેન્દ્રમાં યુદ્ધ સ્તર જેવી કાસ્ટિંગ, પોલિશિંગ અને સેટિંગ કરવામાં આવી અને પ્રભુના આશીર્વાદથી કાર્ય પૂર્ણ થયું. પરિણામ સ્વરૂપ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી કાળજીપૂર્વક અને સટીકતાનું ધ્યાન રાખીને આ મુગટ સંપૂર્ણ રીતે તૈયાર હતો. જ્યારે ફરીવાર પ્રભુ શ્રી રામની મૂર્તિનો શૃંગાર કરવામાં આવશે ત્યારે આ મુગટ પ્રભુ શ્રી રામની મૂર્તિની શોભા વધારશે. આ ઉત્કૃષ્ટ મુગટમાં વપરાયેલ સોનું પણ નવનિર્મિત છે અને હીરા ભારતની તાપી નદીના કિનારે વસેલ સુર્યનગરી એટલે સુરત શહેરમાં ઉગાડવામાં આવે છે. સૌનાં નૈતિક આદર્શ પ્રભુ શ્રી રામની જય!
સંપર્ક : ચંદ્રકાન્ત જોશી | Email : [email protected]
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM