DIAMOND CITY NEWS, SURAT
ચીન અને હોંગકોંગમાં ફરી માંગ નિકળતા અને નવા કલેક્શનની શરૂઆત વચ્ચે 2023માં Swatch ગ્રૂપની આવકમાં વધારો થયો હતો.
લક્ઝરી ગ્રુપજે હેરી વિન્સ્ટન, ઓમેગા અને ટિસોટની માલિકી ધરાવે છે, ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે વર્ષ માટે આવક 5 ટકા વધીને 7.89 બિલિયન સ્વિસ ફ્રેન્ક (9.14 બિલિયન ડોલર) થઈ છે.
કંપનીની મુખ્ય કેટેગરી, જ્વેલરી અને ઘડિયાળોનું વેચાણ 6 ટકા વધીને 7.55 બિલિયન સ્વીસ ફ્રેન્ક (8.74 બિલિયન ડોલર) થયું છે. બાકીના મોટાભાગના તેના ઇલેક્ટ્રોનિક્સ વિભાગનું વેચાણ હતું.. ચોખ્ખી કમાણી 8 ટકા વધીને 890 મિલિયન સ્વિસ ફ્રેન્ક (1.03 બિલિયન ડોલર) થઈ.
કંપનીએ જણાવ્યું હતું કે,એશિયામાં, હોંગકોંગ, મકાઉ, થાઈલેન્ડ, ભારત, જાપાન અને ચીનમાં બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
સરકારે હોંગકોંગ અને ચીન વચ્ચેના મુસાફરી પ્રતિબંધો હટાવ્યા બાદ ગયા વર્ષની શરૂઆતમાં એશિયામાં ગ્રાહક માંગમાં સુધારો થવા લાગ્યો હતો. હોંગકોંગ તેની લક્ઝરી આવકનો મોટો હિસ્સો મેઇનલેન્ડ પ્રવાસીઓ પાસેથી મેળવે છે જેઓ સામાન ખરીદવા માટે પ્રવાસ કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડમાં વેચાણ રોકેટ ગતિએ ઉછળીને 30 ટકાથી વધારે વધી ગયુ હતું, જ્યારે યુ.એસ.માં, ઓમેગા, ટિસોટ અને સ્વોચ બ્રાન્ડ્સે બધા રેકોર્ડસ તોડી નાંખ્યાં હતા.
કંપનીએ જણાવ્યું હતું કે,સમગ્ર વિશ્વમાં વેચાણ અભૂતપૂર્વ સ્તરે પહોંચવા સાથે, જૂથના મૂનસ્વોચ કલેક્શનની માંગ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ઊંચી રહી. સ્વોચે જણાવ્યું હતું કે નવી મૂનશાઇન ગોલ્ડ એડિશનની શોધમાં સ્ટોર્સ “ગ્રાહકો સાથે ઘેરાયેલા” હતા. સપ્ટેમ્બરમાં સ્કૂબા ફિફ્ટી ફેથમ્સ કલેક્શનનું લોન્ચિંગ પણ વૈશ્વિક સફળતા હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM