DIAMOND CITY NEWS, SURAT
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન ઉપરાંત ભારતમાં લગ્નસરાના લીધે ત્રીજા ક્વાર્ટરમાં બ્રાન્ડેડ જ્વેલરી કંપનીઓની જ્વેલરીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ભારતની ટાઈટન કંપનીની જ્વેલરીના વેચાણમાં રેકોર્ડ વધારો ત્રીજા ત્રિમાસિક ગાળામાં જોવા મળ્યો છે.
ટાઈટન કંપની તનિષ્ક, ઝોયા, મિયા અને કેરેટલેન બ્રાન્ડ્સ હેઠળ જ્વેલરીના અલગ અલગ ભવ્ય કલેક્શનનું વેચાણ કરે છે. જ્વેલરી પોર્ટફોલિયો સાથેની ગ્રાહક જીવનશૈલી કલેક્શન હંમેશા આકર્ષક હોય છે. તા. 31 ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ટાઈટન કંપનીના વિવિધ જ્વેલરી સેગમેન્ટના વેચાણમાં 23%નો ઉછાળો નોંધાયો છે.
કંપનીના જ્વેલરી સેગમેન્ટે ત્રીજા ક્વાર્ટરમાં 11,709 કરોડની કુલ આવક નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં મજબૂત 23% વધારો દર્શાવે છે. નોંધનીય રીતે, ભારત-કેન્દ્રિત વ્યવસાયે પ્રશંસનીય 21% વૃદ્ધિનો અનુભવ કર્યો હતો. જ્વેલરી સેગમેન્ટની આવક અને કર પહેલાંની કમાણી રૂ. 1,432 કરોડ ક્વાર્ટર માટે 12.2% નું માર્જિન નોંધાયું છે.
ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટાઇટને ‘સેલેસ્ટે સોલિટેર x સચિન તેંડુલકર‘ કલેક્શન લૉન્ચ કર્યું હતું. જેમાં ઉત્કૃષ્ટ નેનો-ફેસેડ સોલિટેર છે, જેણે પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉભા કર્યા હતા. ડિસેમ્બર મહિનામાં માંગમાં થોડી નરમાઈ સાથે સ્ટડેડ આવક વાર્ષિક ધોરણે આશરે 14% વધી હતી.
તદુપરાંત તનિષ્ક દ્વારા ‘ધરોહર’ કલેક્શન ભારતના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિંત કર્યું હતું. તેનો ગ્રાહકોમાં સારો પડઘો પડ્યો હતો. ટાઇટને જણાવ્યું હતું કે તેના સ્ટ્રેટજીકલ પ્રમોશનલ ઈવેન્ટે સોનાના ઊંચા ભાવના પડકારજનક વાતાવરણ છતાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવામાં મદદ કરી છે.
ટાઇટનના વૈશ્વિક વિસ્તરણ પ્રયાસોએ યુએસએ (હ્યુસ્ટન અને ડલ્લાસ)માં બે નવા સ્ટોર્સ અને સિંગાપોરમાં એક સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. મિયાએ દુબઈમાં તેનો પહેલો સ્ટોર ટાઇટનની આંતરરાષ્ટ્રીય જ્વેલરી ફૂટપ્રિન્ટને 14 સ્ટોર્સ સુધી લઈને ખોલ્યો હતો. ક્વાર્ટર દરમિયાન, તનિષ્કે 18 નવા સ્ટોર ખોલ્યા અને મિયાએ ભારતમાં 16 નવા સ્ટોર ઉમેર્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM