રિસાયકલ ચાંદી અને સોનામાંથી જ્વેલરી બનાવવાની પેન્ડોરાની જાહેરાત

રિસાયકલ ચાંદી અને સોનાના ઉપયોગથી કંપની દર વર્ષે લગભગ 58,000 ટન CO2નું ઉત્સર્જન ટાળવામાં મદદરૂપ બનશે.

Pandora announced making jewellery from recycled silver and gold
ફોટો : © Pandora
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી જ્વેલરી કંપની પેન્ડોરાએ તાજેતરમાં મહત્ત્વની જાહેરાત કરી છે. કંપનીએ જાહેર કર્યું છે કે હવે રિસાયકલ સોના અને ચાંદીમાંથી તેઓ જ્વેલરી કલેક્શન બનાવશે. કંપની દ્વારા જ્વેલરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ધાતુનો પુરવઠો મેળવવાની પ્રક્રિયામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે.

કંપનીએ પર્યાવરણ પરનું જોખમ ઘટાડવા આ નિર્ણય લીધો છે. રિસાયકલ ચાંદી અને સોનાના ઉપયોગથી કંપની દર વર્ષે લગભગ 58,000 ટન CO2નું ઉત્સર્જન ટાળવામાં મદદરૂપ બનશે. જે 11,000 ઘરોના વાર્ષિક વીજળીના વપરાશ અથવા વિશ્વભરમાં 6000 કાર ચલાવવાના સમાન છે.

કંપનીએ કહ્યું કે રિસાયકલ કરેલી ચાંદીની કાર્બન ફૂટપ્રિન્ટ ખાણકામ કરેલી ચાંદીની સરખામણીમાં એક તૃતીયાંશ છે. જ્યારે સોનાનું રિસાયકલિંગ ખાણમાંથી કાઢવામાં આવતા સોનાની સરખામણીમાં 1 ટકા કરતાં ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે.

કંપનીના સીઈઓ એલેક્ઝાન્ડર લેસિકે કહ્યું કે, કિંમતી ધાતુઓની ગુણવત્તામાં કોઈ પણ ખોટ વિના કાયમ માટે રિસાયકલ કરી શકાયછે. સદીઓ પહેલાંની ચાંદી અત્યારે ખાણમાંથી કાઢેલી ચાંદી જેટલી જ સારી છે. વળી, રિસાયકલિંગની સુધારેલી પદ્ધતિના લીધે જ્વેલરી ઇન્ડસ્ટ્રી કાર્બન ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડી પર્યાવરણને મદદરૂપ થઈ શકે છે.

પેન્ડોરાને અપેક્ષા છે કે તે 2024ના બીજા ક્વાર્ટરમાં 100 ટકા રિસાયકલ કરેલી ચાંદી અને સોનાની મદદથી નવા દાગીના બનાવશે. 2023માં પેન્ડોરાની જ્વેલરી માટે 97 ટકા ચાંદી અને સોનાનું રિસાયકલ કરાયું હતું.

તમામ સપ્લાયર્સે તેમની કામગીરી ફક્ત એવા સ્ત્રોત સામગ્રીઓ પર સ્વિચ કરવાની હતી જે રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ ચેઈન ઓફ કસ્ટડી અનુસાર સર્ટિફાઈડ રિસાયકલ કરવામાં આવી હોય.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS