હીરાની ફેક સ્ટોરીએ ગામ ગજવ્યું, કોર્ટ સુધી મામલો ગયો

એક વૃદ્ધ મહિલાએ ઓક્શનમાં જૂનો હીરો વેંચી 2 મિલિયન ડોલરથી વધુ કમાણી કરી તે સ્ટોરી વાંચી એક પુરૂષે પત્ની વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી અડધી રકમ પર દાવો માંડ્યો

Diamonds fake story shook the village matter went to court
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આ એક અવિશ્વસનીય સ્ટોરી છે.

નોર્થ ઈંગ્લેન્ડમાં એક વૃદ્ધ મહિલા સસ્તી કોસ્ચ્યુમ જ્વેલરીની બેગ લઈને ઓક્શન હાઉસમાં પહોંચી હતી. જોકે તેની બેગમાં એક મોટા સીઝેડ જેવું કંઈક દેખાતું હતું. આ સીઝેડએ ઓક્શન હાઉસમાં આશ્ચર્ય સર્જયું હતું.

ખરેખર વૃદ્ધ મહિલાને વર્ષો પહેલાં ગેરેજ સેલમાં બ્રિક એ બ્રિકમાંથી તે સીઝેડ ખરીદ્યું હતું. આ સીઝેડને તે વૃદ્ધ મહિલાએ એક સંદૂકમાં મુકી દીધું હતું. પછી તેને તે ભૂલી ગઈ. દરમિયાન થોડા સમય પહેલાં સફાઈ કરતી વખતે વૃદ્ધ મહિલાએ તે સીઝેડને કચરા પેટીમાં ફેંકી દીધું હતું.

જોકે, ત્યારે જ વૃદ્ધ મહિલાને તેણી પાડોશીએ ટકોર કરી અને કહ્યું કે, આ સીઝેડ મોંઘું હોઈ શકે છે. તેની કિંમત લાખો, કરોડોમાં પણ હોઈ શકે છે. એકવાર ચેક કરી લેવું જોઈએ.

તેથી વૃદ્ધ મહિલા તેને એક ઓક્શન હાઉસમાં લઈ ગઈ પરંતુ હરાજીકર્તાઓએ પણ આ બાબતે કશું વિચાર્યું જ નહીં. અનેક દિવસો સુધી તે સીઝેડ ઓક્શનરના ડેસ્ક પર પડ્યું રહ્યું. લાંબા સમય બાદ ઓક્શનરે તે સીઝેડની વૅલ્યુ જાણવા માટે તેને એચઆરડી એન્ટવર્પ મોકલવાનું નક્કી કર્યું.

આ સીઝેડના ટેસ્ટિંગ બાદ જ્યારે એ વાત બહાર આવી કે આ કોઈ ક્યુબિક જિરકોનિયા નથી પરંતુ તે અસલ કુદરતી હીરો છે ત્યારે ઓક્શનર અને તે વૃદ્ધ મહિલાને સુખદ આશ્ચર્ય થયું. આ હીરાનું વજન 34.19 કેરેટ હતું. તે એચ-વીએસ-1 ક્વોલિટીનો હતો અને તેની કિંમત લગભગ 2.5 મિલિયન ડોલર હતી.

આ સ્ટોરીમાં ટ્વીસ્ટ એ છે કે આ આખીય સ્ટોરી ઓક્શનર દ્વારા ઘડી કાઢવામાં આવી છે. તમે અત્યાર સુધી જે વાંચ્યું તેમાંથી હકીકતમાં કશું જ બન્યું નથી.

હકીકત એ છે કે ઓક્શન હાઉસ નોર્થ શીલ્ડ્સમાં ફીટોનબીઝ એન્ટવર્પમાં એક ડીલરને એક હીરો વેચ્યો હતો. બસ એટલું જ.

પરંતુ એવું લાગે છે કે ઓક્શન માર્ક લેને વિચાર્યું કે રસપ્રદ સ્ટોરી લોકોને વધુ આકર્ષિત કરશે.

સ્થાનિક અને નેશનલ મીડિયાએ આ સ્ટોરીને 2021માં ચગાવી હતી. જેમાં બીબીસી, રોબ રિપોર્ટ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ સહિતના મોટા ગજાના મીડિયા હાઉસ સામેલ હતા. એક સારા હેતુસર તે વૃદ્ધ મહિલાની ઓળખ ક્યારેય છતી કરવામાં આવી નહીં.

જોકે, તેણી ક્યારેય અસ્તિત્વમાં જ નહોતી. જોકે, આ સ્ટોરીમાં વધુ એક વિચિત્ર અધ્યાય છે. જે સાબિત કરે છે કે અનઅપેક્ષિત પરિણામોનો નિયમ સારો છે.

એક ન્યૂઝપેપરના વાચકે આ સ્ટોરી પર વિશ્વાસ બેઠો. કારણ કે તે માનતો હતો કે જે વૃદ્ધ મહિલા પાસે હીરો મળ્યો તે ખરેખર તેનાથી અલગ થઈ ગયેલી તેની પત્ની છે. તેને આ સ્ટોરી પર એટલો વિશ્વાસ બેઠો કે તે અદાલતમાં ચાલ્યો ગયો અને હીરાની અડધી કિંમત માટે દાવો માંડી દીધો હતો. તે પુરૂષે પોતાની પત્ની પર દગાખોરીનો આક્ષેપ પણ કર્યો હતો. અને ત્યારે જ આખી સ્ટોરીની સચ્ચાઈ બહાર આવી.

આખરે સ્ટોરી ઉપજાવનાર ઓક્શનરે કોર્ટના દબાણથી મજબૂર થઈને એ કબૂલ કરવું પડ્યું કે આખીય સ્ટોરી મનઘડત હતી. આવી કોઈ મહિલા હકીકતમાં નથી. તેથી એ સંભાવના જ નથી કે કોર્ટમાં દાવો કરનારી તે પત્ની હોય.

ચાલુ મહિનાના પ્રારંભમાં ડર્બી ફેમિલી કોર્ટમાં હાજર થયેલા માર્ક લેને એ કબૂલાત કરી કે આ મનઘડત સ્ટોરી એટલા માટે ઉપજાવી કાઢવામાં આવી હતી કે જેથી તે પોતાના પરિવારના 100 વર્ષ જુના વ્યવસાયને બચાવી શકે. આ માત્ર એક પીઆર સ્ટંટ હતો.

ધ ટેલિગ્રાફ ન્યૂઝપેપર અનુસાર જજ ડેબોરા દીનાન હયાર્ડે આખરે એ નિષ્કર્ષ પર આવ્યા કે એવા કોઈ પુરાવા કે સાક્ષી નથી કે ઓક્શનમાં રજૂ કરાયેલો હીરો દાવો કરનાર પુરૂષની પત્નીનો હોય. પતિના તર્ક-દલીલના સમર્થનમાં કોઈ પુરાવા મળ્યા નથી. આમ આ કેસનો નિકાલ થયો નથી. જોકે કેસ થયા બાદ હીરાના અસલી માલિકો, એન્ટવર્પમાં બેનામી ડિલરોએ તેને વેચાણમાંથી હટાવી દીધો હતો.

જજે કહ્યું, જ્યારે કોર્ટમાં દાવો માંડનારે બ્રિટિશ ન્યુઝપેપરમાં વિખરાયેલા હીરા જોયા ત્યારે તેને લાગ્યું કે તેના પોતાના છે. અને તે હીરા પરત ઈચ્છતો હતો.

ઉલ્લેખનીય છે કે દરેક હીરાની એક સ્ટોરી હોય છે. દરેક વેપારી તે વાત સારી પેઠે જાણે છે. જોકે, આ બનાવ પછી એ નક્કી છે કે દરેક સ્ટોરી સાચી હોતી નથી. તેથી દરેક સ્ટોરીની સચ્ચાઈ તપાસી લેવી આવશ્યક છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS