Malabar Gold and Diamonds became first Indian jewellery brand to open showroom in Australia
- Advertisement -MASSIVE TECH LAB

DIAMOND CITY NEWS, SURAT

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસે ઓસ્ટ્રેલિયામાં શો-રૂમ શરૂ કરીને ઇતિહાસ રચી દીધો છે. વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ મલબાર ગોલ્ડ ડાયમંડસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવો શો-રૂમ શરૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં શો-રૂમ શરૂ કરનારી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પ્રથમ ભારતીય જ્વેલરી બ્રાન્ડ બની ગઇ છે.

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ પહેલી એવી ભારતીય જ્વલેરી બ્રાન્ડ છે જેણે ઓસ્ટ્રેલિયામાં શો-રૂમ શરૂ કર્યો હોય, જો કે, મલબાર ગોલ્ડનો વિદેશમાં આ 13મો શો-રૂમ છે. કંપનીના અત્યારે ભારત, UAE, કતાર, કુવૈત, ઓમાન, કિંગડમ ઓફ સાઉદી અરેબિયા, બહેરીન, સિંગાપોર, મલેશિયા, અમેરિકા, બ્રિટન અને હવે ઓસ્ટ્રેલિયામાં. મલબાર ગોલ્ડની ભારતના 340 રિટેલ સ્ટોર્સમાં હાજરી છે.

નવા શો-રૂમનું ઉદઘાટન પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી દ્વારા મલબાર ખાતે ઈન્ટરનેશનલ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શામલાલ અહેમદ અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, સિડની સરકારના પ્રતિનિધિઓ, ગ્રાહકો અને શુભેચ્છકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મલબાર ગ્રુપના ચેરમેન એમ.પી. અહેમદે કહ્યું હતું કે,ઓસ્ટ્રેલિયામાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય આંતરરાષ્ટ્રીય જ્વેલરી રિટેલર તરીકે અમારા માટે ગર્વની ક્ષણ છે. અમે ‘મેક ઇન ઇન્ડિયા; માર્કેટ ટુ ધ વર્લ્ડ’ના મજબૂત સમર્થક છીએ, જે ભારતીય જ્વેલરીમાં વૈશ્વિક અગ્રણી છે. વૈશ્વિક મંચ પર કલાત્મકતાનું પ્રદર્શન અને ઓસ્ટ્રેલિયામાં વિસ્તરણ એ આ પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો વધુ પ્રમાણ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC