હોંગકોંગની જ્વેલરીની હરાજી સોથેબીએ 6 મિલિયન ડોલરથી વધારે મેળવ્યા

કુલ મળીને, 31 જાન્યુઆરીના મહત્વના ઝવેરાતની હરાજીમાં 48.9 મિલિયન હોંગકોંગ ડોલર (6.3 મિલિયન US ડોલર) મળ્યા હતા.

Sothebys Hong Kong jewellery auction fetches more than usd 6 million-1
ફોટો-1 : નીલમ અને હીરાની વીંટી. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

એક સેફાયર (નીલમ) અને ડાયમંડની વીંટી તાજેતરમાં હોંગકોંગમાં સોથેબીઝ ખાતે જ્વેલરીના વેચાણમાં ટોચ પર હતી, જેણે તેના ઉચ્ચ અંદાજને તોડી નાખ્યો હતો.

ઓક્શન હાઉસે તાજેતરમાં જણાવ્યું હતું કે, આ પીસ, જેમાં કુશન આકારનું, 17.50-કેરેટનું રોયલ-બ્લ્યુ બર્મીઝ નીલમ માર્ક્વિઝ-કટ હીરાથી ઘેરાયેલું છે, જે 2.8 મિલિયન હોંગકોંગ ડોલર (357,226US ડોલર) માં વેચાયું છે. આ આંકડો તેની ઉપલી પ્રી-સેલ કિંમતથી વધુ હતો.

કુલ મળીને, 31 જાન્યુઆરીના મહત્વના ઝવેરાતની હરાજીમાં 48.9 મિલિયન હોંગકોંગ ડોલર (6.3 મિલિયન US ડોલર) મળ્યા હતા.

યલો ડાયમંડે વેચાણમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેમ કે ગ્રાફ, કાર્ટિયર, બ્યુકેલાટી અને વેન ક્લીફ અને આર્પેલ્સ સહિતના પ્રખ્યાત ડિઝાઈન ગૃહોના દાગીના પણ હતા. સોથેબીએ ઘણા હીરા અને લીલા અને લવંડર જાડેઇટના પીસીસ પણ કોઈપણ રિઝર્વ વિના વેચ્યા હતા.

આ કુશન આકારની, 14.51-કેરેટ, ફૅન્સી ઇન્ટેન્સ યલો VS1 ક્લેરિટી વાળા હીરાની વીંટી તેના વેચાણ પૂર્વેના અંદાજમાં 2.5 મિલિયન હોંગકોંગ ડોલર ($324,751US ડોલર) માં વેચાઈ હતી.

ઓવલ આકારની, 7.02 કેરેટ, મોઝામ્બિકન રૂબી સેન્ટર સ્ટોન, ઓવલ અને પિઅર-આકારના હીરાથી ઘેરાયેલી એક વીંટીની કિંમત 2.5 મિલિયન હોંગકોંગ ડોલર હતી, તેની ટોચની કિંમત 2.6 મિલિયન હોંગકોંગ ડોલર (332,422 US ડોલર)ની નીચે છે.

સોથેબીએ આ ગ્રાફ બ્રેસલેટનું વેચાણ કર્યું હતું, જેમાં તેના અંદાજ મુજબ, નવ કટ-કોર્નર સ્ક્વેર અથવા લંબચોરસ-બદલાવેલ, 1.62 થી 5.21 કેરેટ સુધીના ફૅન્સી ઇન્ટેન્સ યલો ડાયમંડ અને 2.4 મિલિયન હોંગકોંગ ડોલર (308, 308 US ડોલર)માં 18 પીળા રંગના હીરા હતા. જેની કિંમત તેના અંદાજ મુજબ મળી હતી.

ઇયરિંગ્સની એક જોડી, દરેકમાં ઓવલ રૂબી લટકાવવામાં આવે છે. એકનું વજન 4.26 કેરેટ અને અન્ય 4.09 કેરેટ અને બ્રિલિયન્ટ-કટ હીરા, વેચાણ પર 1.9 મિલિયન હોંગકોંગ ડોલર (243,563 US ડોલર) મેળવ્યા છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS