ડી બિયર્સ અંગોલાના ડાયમંડ સેક્ટરનો વિકાસ કરશે

2022માં અંગોલામાં પરત ફરવું એ ડી બિયર્સ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. અમે આ દેશમાં અમારું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યાં છે. : અલ કૂક

De Beers going to develop Angolas diamond sector
ફોટો : ડી બીયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂક અને એન્ડિયામાના સીઈઓ ડૉ ગંગા જુનિયર.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી માઈનીંગ કંપની ડી બિયર્સ અંગોલાના ડાયમંડ સેક્ટરના વિકાસ માટે કામ કરશે. આ માટે ડી બિયર્સ અંગોલાની સ્ટેટ એજન્સીઓની મદદ લેશે. અંગોલાની નેશનલ મિનરલ રિસોર્સ એજન્સી, ડી બિયર્સ ગ્રુપ અને અંગોલાની સરકારી હીરાની કંપની એન્ડિયામા તેમજ અંગોલાની સરકારી હીરાની વેપારી કંપની સોડિયમે અંગોલાના ડાયમંડ સેક્ટરના વિકાસ માટે એક એમઓયુ સાઇન કર્યો છે. આ એમઓયુ હેઠળ ઉત્પાદન, કાંપવાળી હીરાની ખાણકામની વૃદ્ધિને ટેકો આપવામાં આવશે. આ સાથે જ અંગોલાના નાગરિકોના લાભ માટે સોશિયલ ડેવલપમેન્ટની તકોમાં વધારો કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં માઈનિંગ ઈન્ડાબા ખાતે આ એમઓયુ સાઈન કરાયો હતો. એમઓયુ નોર્થઈસ્ટ અંગોલાના લાયસન્સ વિસ્તારો માટે 2022માં બે મિનરલ ઈન્વેસ્ટમેન્ટ કોન્ટ્રાક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા બાદ અંગોલા સાથે ડી બિયર્સ ગ્રુપની ભાગીદારીનું વિસ્તરણ કરે છે. હવે ત્યાં રિસર્ચ એક્ટિવિટી ચાલી રહી છે.

આ મુખ્ય ક્ષેત્રો એ બાબત નક્કી કરે છે જ્યાં પક્ષો સહિયારી પહેલ પર વિચાર કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થાય છે. તેમાં ડી બિયર્સ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા તેમના આર્થિક બાબતોનું પુન:મુલ્યાંકન કરવા માટે સંખ્યાબંધ કિમ્બરલાઈટ ડિપોઝીટની સમીક્ષા કરશે. હીરાના ઉત્પાદનની પારદર્શિતા અને ટ્રેસિબિલિટીને પ્રોત્સાહિત કરશે. તેમજ ડી બિયર્સ ગ્રુપના બિલ્ડિંગ ફોરએવર સસ્ટેનેબિલિટી ફ્રેમવર્કનો લાભ ઉઠાવીને લોકલ સમુદાયની ક્ષમતા વધારવાની તકો શોધશે.

ડી બિયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે કહ્યું કે, મને અંગોલા સાથેની અમારી ભાગીદારીને મજબૂત કરવા અને અંગોલોના લોકો સુધી લાભ પહોંચાડવા માટે ડાયમંડ સેક્ટરનો વધુ વિકાસ કરવા સરકાર, એન્ડિઆમા અને સોડિયમ સાથે સહયોગ કરવાનો આનંદ છે. અંગોલાએ એક એવા દેશ તરીકે ઉદાહરણ સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે જેણે ઉન્નત પારદર્શિતાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રથાઓ અપનાવીને વ્યવસાયને મૈત્રીપુર્ણ બનાવવા સાથે રોકાણ લાયક વાતાવરણ ઊભું કર્યું છે. આ સાથે સતત અંગોલાએ સંભાવનાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું છે.

વર્ષ 2022માં અંગોલામાં પરત ફરવું એ ડી બિયર્સ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. અમે આ દેશમાં અમારું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યાં છે. હું એક સમૃદ્ધ હીરા ક્ષેત્રને ટેકો આપવા માટે અમારી સામુહિક કુશળતા અને મહત્ત્વકાંક્ષાઓનો ઉપયોગ કરીને અંગોલામાં અમારા ભાગીદારો સાથે કામ ચાલુ રાખવા માટે આતુર છું.

એન્ડિઆમાના સીઈઓ ગંગા જુનિયરે કહ્યું કે, આપણા દેશના સોશિયલ અને ઈકોનોમિકલ ડેવલપમેન્ટમાં યોગદાન આપવા અંગોલામાં હીરાનું ઉત્પાદન વધારવાના ઉદ્દેશ સાથે આ સ્ટ્રેટજીકલી પાર્ટનરશિપ કરવામાં આવી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS