DIAMOND CITY NEWS, SURAT
ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) તેની અંડર ઓવર ધ કાઉન્ટર (OTC) સેગમેન્ટ હેઠળ સોનાના ભાવને હેજ કરવા માટે રેસિડેન્શિયલ એન્ટીટી એટલે કે સ્થાનિક સંસ્થાઓને ગ્રીન સિગ્નલ આપ્યું છે. રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની મૉનિટરી પોલિસી કમિટી (MPC) દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો હેતુ સ્થાનિકોને સોનાના ભાવમાં થતી વધઘટનું અસરકારક રીતે સંચાલિત કરવા માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.
વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં રેસિડેન્ટ યુનિટ્સને તેમના સોનાના ભાવના જોખમોને હેજ કરવા માટે આઈએફએસસીના માન્ય એક્સચેન્જમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. તેના પર નિર્માણ કરીને તેઓ હવે હેજિંગ હેતુઓ માટે અંડર ધ કાઉન્ટર સેગમેન્ટનો ઉપયોગ કરી શકશે. આ પગલું ઉત્પાદનોમાં વધુ સ્ટ્રેટજીક સરળતા ઉપલબ્ધ કરાવે છે. રેસિડેન્શિયલ એન્ટિટિને સોનાના ભાવની અસ્થિરતાથી પોતાને વધુ સારી રીતે બચાવવા માટે સક્ષમ બનાવે છે.
દરમિયાન ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)એ એક અહેવાલમાં કહ્યું છે કે તા. 7મી ફેબ્રુઆરીના રોજ 400 કિલોગ્રામથી વધુના સૌથી વધુ ઈન્ટ્રાડે સોનાનું ટ્રેડિંગ થયું હતું, જેણે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 5.4 ટન સોનાનું પ્રમાણ હાંસલ કરવામાં મદદ કરી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM