DIAMOND CITY NEWS, SURAT
આગામી એપ્રિલ મહિનામાં બેંગ્લોર ખાતે યોજાનારા આઈઆઈજેએસ તૃતીયા 2024માં કર્ણાટકના રિટેલ જ્વેલર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે જીજેઈપીસી અને જ્વેલર્સ એસોસિએશન ઓફ બેંગ્લોરે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.
જીજેઈપીસીએ વિઝિટર્સની રજિસ્ટ્રેશનની ફીમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. જીજેઈપીસીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર વિઝિટર્સ માટે ફ્લેટ 500 રૂપિયા ઓફની જાહેરાત કરી છે.
ધ જ્વેલર્સ એસોસિએશન ઓફ બેંગ્લોરના પ્રમુખ ડો. ચેતન કુમાર મહેતાના માર્ગદર્શન હેઠળ જીજેઈપીસીના હેડક્વાર્ટર ખાતે નેશનલ ઈવેન્ટ્સના ડાયરેક્ટર શામલ પોટે અને મદદનીશ નિયામક નાહીદ સુંકેની હાજરીમાં આ ઓફર લૉન્ચ કરવામાં આવી હતી.
જીજેઈપીસીએઆ ઓફર કર્ણાટક રિટેલ જ્વેલર્સને IIJS તૃતીયાની બીજી આવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઓફર કરી છે. આ ઈવેન્ટ બેંગલુરુમાં 5 થી 8 એપ્રિલ 2024 દરમિયાન બેંગ્લોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (BIEC) ખાતે યોજાશે. આ ઈવેન્ટમાં 1,900 બૂથ અને 900 થી વધુ પ્રદર્શકો ભાગ લેવાનાં છે.
નોંધણી લિંક: https://registration.gjepc.org/landing.php
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM