40 newly appointed customs officers trained by GJEPC
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

40 જેટલા નવા નિમાયેલા કસ્ટમ અધિકારીઓએ GJEPC તાડદેવ ઓફિસમાં “ડાયમંડ અને જેમસ્ટોન આઇડેન્ટિફિકેશન કોર્સ”માં ખાસ તાલીમ લીધી હતી જે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા સુવિધા આપવામાં આવી હતી. તમામ સહભાગી અધિકારીઓને પ્રમાણપત્રો એનાયત કરીને વ્યાપક તાલીમ કાર્યક્રમનું સમાપન થયું હતું.

તાલિમની આ પહેલમાં ડેપ્યુટી કમિશ્નર, આસિસ્ટન્ટ કમિશ્નર, સુપ્રિન્ટેન્ડન્ટ, કસ્ટમના ઇન્સ્પેક્ટર્સ, સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન અને ઇન્ટેલિજન્સ બ્રાંચ અને કુરિયર સેલના અધિકારીઓ જોડાયા હતા.

કસ્ટમ્સ કમિશ્નર, હરીશ ડાર્નિયાએ પ્રમાણપત્ર પ્રસ્તુતિ સમારોહનું સંચાલન કર્યું, Precious Cargo Customs Clearance Centre ( PCCCC) હરિશ ડાર્નિયાએ કસ્ટમ્સ અને અન્ય બંદરો પર તેમની રોજિંદી કામગીરીમાં હીરા અને જેમ્સ સંબંધિત બાબતોને અસરકારક રીતે સંચાલિત કરવા માટે અધિકારીઓને જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

આ પહેલ કસ્ટમ્સ અધિકારીઓના કૌશલ્ય અને નિપુણતાને વધારવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે, હીરા અને જેમ્સ જેવી મૂલ્યવાન ચીજવસ્તુઓના સંચાલનમાં તેમની ફરજો દરરોજ નિભાવવાની ખાતરી આપે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC