હીરાઉદ્યોગમાં હવે નવા રત્નકલાકારો આવી રહ્યાં નથી

છેલ્લા 10 મહીનાના ટૂંકાગાળામાં સુરત શહેરમાં 44 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે, તો કેટલાક ગુનાખોરીનાં રવાડે ચઢ્યા છે.

New diamond workers are no longer coming into diamond industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક મંદી, રશિયા-યુક્રેન, ઇઝરાયલ-હમાસ યુદ્ધ, જી-7 દેશો અને યુરોપિયન દેશોએ રશિયન ડાયમંડ પર લગાવેલા પ્રતિબંધની અસર પડી તથા ઇઝરાયલ યુદ્ધ તથા વૈશ્વિક મંદીની અસર હીરા ઉદ્યોગ ઉપર પડી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી, શ્રમ અને રોજગાર મંત્રીને પુનઃ પત્ર લખી રત્નકલાકારો મંદીમાંથી ઉગારી લેવા માંગ કરી છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનાં પ્રમુખ રમેશ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગની મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.

તા. 19/04/2023 થી તા. 01/03/2024 સુધીના 10 મહીનાના ટૂંકાગાળામાં સુરત શહેરમાં 44 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે, તો કેટલાક ગુનાખોરીનાં રવાડે ચઢ્યા છે. કંટાળીને મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરાઉદ્યોગને તિલાંજલિ આપી રહ્યાં છે.

કોવિડ-19 કોરોના સંક્રમણ, લોકડાઉન, યુદ્ધો અને રશિયન ડાયમંડ પર અંકુશોને લીધે સુરતના ડાયમંડ મેન્યુફેક્ચર્સ ભીંસમાં મુકાયા છે. MSME ને બદલે વેપાર મોટી કંપનીઓના હાથમાં જઈ રહ્યો છે.

ઉદ્યોગકારોએ દિવાળી 2023 અગાઉથી પ્રોડક્શન કાપની નીતિ અપનાવી રહ્યા છે જેની સીધી અસર કારીગરોના કામ અને વેતન પર પડી છે તેઓ આર્થિકરીતે પાયમાલ થઈ ગયા છે.

હીરાઉદ્યોગનાં રત્નકલાકારોની પાયમાલી, બરબાદીની વ્યથા અને વેદના મુખ્યમંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સુધી પહોંચાડવામા આવી છતાં કોઈ સંવેદનશીલ વલણ જણાયું નથી.

હીરાઉદ્યોગના તમામ સંગઠનો ઉદ્યોગકારો એવું ઇચ્છે છે કે આવા કપરા સમયમાં રત્નકલાકારોને સરકાર મદદ કરે, જેથી આપઘાત જેવી ઘટનાઓ બનતી અટકે, આપઘાત કરનાર કારીગરોના પરીવારને સરકાર કોઈ મદદ કરતી નથી અને તેમના પરિવારોનું કોઈ બેલી નથી.

જો આવી જ પરિસ્થિત રહી તો આવનારા સમયમાં સરકાર અને ઉધોગકારોએ કારીગરોને શોધવા જવા પડશે, કેમ કે હીરાઉદ્યોગમાં હવે નવા રત્નકલાકારો આવી રહ્યાં નથી.

ડાયમંડ વર્કર યુનિયનની ગુજરાત સરકાર સમક્ષ માંગણીઓ :

(1) આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ

(2) બંધ થયેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવી જોઈએ

(3) રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની જરૂર છે

(4) આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવી

(5) વ્યવસાય વેરો નાબૂદ કરવો

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS