DIAMOND CITY NEWS, SURAT
સોનાના ભાવ આ નાણાકીય વર્ષમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હોવા છતાં અને સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડિંગ કરવા છતાં, ભારતમાં ગોલ્ડ બોન્ડ પ્રત્યે લોકોનું આકર્ષણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ગયા મહિને રોકાણકારોએ બોન્ડના સ્વરૂપમાં 8,008.38 કરોડની સમકક્ષ રેકોર્ડ 12.78 ટન સોનું ખરીધું હતું, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે, રિઝર્વ બેન્કના ડેટા દર્શાવે છે.
ગયા મહિને જારી કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ પ્રતિ ગ્રામ 6,263ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ભૌતિક સોનું રાખવાના વિકલ્પ તરીકે બોન્ડ પ્રત્યે ગ્રાહકનું આકર્ષણ નાણાકીય વર્ષ 2024માં 44.33 ટન હતું, જે કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.
ઘણા પરિબળો ભારતમાં સોનાના દરમાં સતત ફેરફારો તરફ દોરી જાય છે. તેમાં યુએસ ડોલરની શક્તિ અને વૈશ્વિક બજારની સ્થિતિઓનો સમાવેશ થાય છે. આ આખરે સ્થાનિક બજારોમાં પુરવઠા અને માંગના આધારે એક શહેરથી બીજા શહેર સુધી વિવિધ અસરો છોડે છે.
કોટક મહિન્દ્રા એએમસીના એમડી નિલેશ શાહે જણાવ્યું હતું કે, સોવિરિયન ગોલ્ડની વધતી માંગ કરમુક્ત વળતર, વ્યાજનો વધારાનો લાભ, ઓછું જોખમ અને સંગ્રહ ખર્ચને કારણે છે. ફિસ્ડમના રિસર્ચ હેડ નીરવ કરકેરાએ જણાવ્યું હતું કે, મધ્યમ ગાળામાં સોના માટેનું આઉટલૂક એકદમ સકારાત્મક છે.
સોનાના વધતાં ભાવને કારણે મૂડી વૃદ્ધિ ઉપરાંત રોકાણકારોને આ યોજના હેઠળ દર છ મહિને 2.5% સાદા વ્યાજનો વધારાનો લાભ પણ મળે છે. એટલું જ નહીં તેના પર કોઈ કૅપિટલ ગેઈન ટેક્સ પણ લાગતો નથી. જ્યારે તેનાથી મળતું વ્યાજ આવકમાં ઉમેરવામાં આવે છે અને ટેક્સ લાદવામાં આવે છે.
બોન્ડમાં આઠ વર્ષનો લોક-ઈન હોવા છતાં, પાંચમા વર્ષ પછી તેને રોકડ કરી શકાય છે. આરબીઆઈ સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે. બોન્ડનું વેચાણ બેંકોની ઓફિસો અથવા શાખાઓ, ખાનગી અને વિદેશી બેંકો, નિયુક્ત પોસ્ટ ઓફિસો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને માન્ય સ્ટોક એક્સચેન્જો જેમ કે BSE અને NSE દ્વારા કરવામાં આવે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM