DIAMOND CITY NEWS, SURAT
ફાયરસ્ટોન ડાયમંડ્સ કંપનીએ તેની લેસોથોની લિખોબોંગ ખાણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો 215 કેરેટનો રફ હીરો શોધી કાઢ્યો છે, જે ડિપોઝીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ઉત્તમ ગુણવત્તાનો રફ માનવામાં આવે છે.
કંપની હાલમાં સ્પર્ધાત્મક બિડિંગ ટેન્ડર દ્વારા હીરા ઓફર કરી રહી છે. તે પહેલાં એન્ટવર્પ અને દુબઈમાં હીરાને પ્રદર્શનીમાં મુકશે. જણાવી દઈએ કે ફાયરસ્ટોન લિખોબોંગ કંપનીમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો લેસોથો સરકાર પાસે છે.
કોવિડ-19ને કારણે બે વર્ષથી વધુ સમયથી બંધ રહ્યાં બાદ ખાણ કંપની સંઘર્ષ કરી રહી છે. કંપનીએ ઑક્ટોબર 2022 માં ફરીથી કામગીરી શરૂ કરી હતી. કંપની હવે પેસિફિક રોડ કેપિટલની ખાનગી માલિકીની છે, જેનો 84% હિસ્સો છે.
જૂનમાં જારી કરાયેલા તેના છેલ્લા જાહેર અહેવાલ અનુસાર અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રીજા નાણાકીય ત્રિમાસિક ગાળા માટે રફની આવક લગભગ બમણી થઈને $20.6 મિલિયન થઈ ગઈ છે. વેચાણનું પ્રમાણ 57% વધીને 1,93,212 કેરેટ થયું, જ્યારે સરેરાશ કિંમત પ્રતિ કેરેટ 14% વધીને $107 થઈ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel