DIAMOND CITY NEWS, SURAT
લક્ઝુરીયસ વોચીસના માર્કેટમાં રોલેક્સનો દબદબો હજુ પણ જળવાઈ રહ્યો છે. વર્ષ 2023માં માર્કેટમાં 30 ટકા હિસ્સા પર કબ્જો કરીને રોલેક્સ ફરી એકવાર સ્વિસ વોચીસનો રાજા સાબિત થયો છે. મોર્ગન સ્ટેનલી અને લુઈક્સકન્સલ્ટના નવા રિસર્ચ મુજબ રોલેક્સ માર્કેટ પર હજુ પણ પ્રભુત્વ ધરાવે છે.
આ રિસર્ચ કહે છે કે, કોઈપણ અન્ય લક્ઝરી બ્રાન્ડ રોલેક્સની સરખામણીએ પ્રબળ રીતે બજાર પર દાવો નોંધાવી શકી નથી. રોલેક્સનો અન્ય પાંચ સૌથી મોટી બ્રાન્ડના સંયુક્ત બજાર હિસ્સા કરતાં વધુ હિસ્સો છે. રોલેક્સ બાદ બજારમાં કાર્ટિયર (8 ટકા), ઓમેગા (7 ટકા), પેટેક ફિલિપ (6 ટકા) ઓડેમાર્સ પિગ્યુટ (5 ટકા) અને રિચાર્ડ મિલે (3 ટકા) હિસ્સો ધરાવે છે.
2023ના વર્ષમાં રોલેક્સની આવક $11.43 બિલિયન થઈ હોવાનો અંદાજ છે. કંપનીએ ગયા વર્ષે અંદાજીત 1.24 મિલિયન ઘડિયાળોનું વેચાણ કર્યું હતું. સરેરાશ કિંમત $13,832 (CHF 12,218). બીજા સ્થાને રહેલા કાર્ટિયરે $6,467 (CHF 5,712)ની સરેરાશ કિંમતે 6,60,00 ઘડિયાળો વેંચી હતી. ગયા વર્ષે સ્વિસ ઘડિયાળોનું કુલ વેચાણ પ્રી-કોવિડ સ્તરે પાછું આવ્યું હતું, જે વાર્ષિક ધોરણે 7.6 ટકા વધીને $30.23 બિલિયન થયું હતું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel