Bernadette Mack મર્ક્યુરી ફ્રી માઇનિંગ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાશે

બર્નાડેટ મેક ઓપરેશનલ સિસ્ટમ્સ તેમજ નવા આઉટરીચ અને ફંડિંગ આઉટલેટ્સનો અમલ કરશે જે MFMની ભાવિ વૃદ્ધિને સપોર્ટ કરશે.

Bernadette Mack to join Mercury Free Mining Company as Managing Director
ફોટો : બર્નાડેટ મેક. (મર્ક્યુરી ફ્રી માઇનિંગ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મર્ક્યુરી ફ્રી માઇનિંગ (MFM)ના પ્રોગ્રામિંગ અને આઉટરીચને વિસ્તૃત કરવાની તેની યોજનાના ભાગરૂપે, મેનેજિંગ ડિરેક્ટરના નવા બનાવેલા પદ પર Bernadette Mack જોડાશે.

મર્ક્યુરી ફ્રી કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, Bernadette Mack, જેમણે વિમેન્સ જ્વેલરી એસોસિએશન (WJA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી છે અને ખાનગી કન્સલ્ટિંગ ફર્મનું સંચાલન કર્યું છે, તેઓ નોન-પ્રોફિટ સેક્ટર અને જ્વેલરી ઉદ્યોગ બંનેમાં બહોળો અનુભવ ધરાવે છે.

તેણી ઓપરેશનલ સિસ્ટમ્સ તેમજ નવા આઉટરીચ અને ફંડિંગ આઉટલેટ્સનો અમલ કરશે જે MFMની ભાવિ વૃદ્ધિને સપોર્ટ કરશે.

MFMના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટોબી પોમેરોયે જણાવ્યું હતું કે, અમને આનાથી વધારે ખુશી ન હોય શકે કે મેક અમારી ટીમ અને મિશનમાં જોડાયા. નોન પ્રોફિટ કાર્ય માટેનો તેણીનો જુસ્સો અને ઓર્ગેનાઇઝેશનલ મેનેજમેન્ટનું તેમના ઊંડા જ્ઞાનની અમને વધારે જરૂરિયાત છે.

મેકની નિમણૂક MFM માટે એક મહત્વપૂર્ણ સમયે થઇ છે, જે કોલમ્બિયા અને સિએરા લિયોનમાં તેની ગોલ્ડડ્રોપ ટેક્નોલૉજીને કારીગર અને નાના પાયે ખાણિયાઓને રજૂ કરવા માટે નવી પહેલ શરૂ કરી રહી છે. કંપનીને તાજેતરમાં જ આ પહેલ માટે જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA) તરફથી 93,000 ડોલરની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે, જે સોનાની પ્રક્રિયામાં પારાના ઉપયોગને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પોમેરોયે જણાવ્યું હતું કે, વર્ષોથી અમે કારીગરી અને નાના પાયે સોનાની ખાણકામ કરનારાઓમાં પારાના ઉપયોગને દૂર કરવાના અમારા વિઝન પર કામ કરી રહ્યા છીએ. અત્યંત કાર્યક્ષમ ગોલ્ડડ્રોપ ટેક્નોલૉજીની શોધ સાથે, અમને લાગે છે કે અમે અમારા વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની આરે છીએ.

અમારા માટે નોન-પ્રોફિટ મેનેજમેન્ટમાં નિષ્ણાતને લાવવાનો આ આદર્શ સમય છે જે સોનાની ખાણમાંથી પારાના પ્રદૂષણના ઉપયોગને દૂર કરવા માટે અમારી કામગીરીને માપવામાં મદદ કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS