DIAMOND CITY NEWS, SURAT
ઝામ્બિયામાં તેની ડિપોઝીટમાંથી નીલમણિ (પન્ના)ની તાજેતરની હરાજીમાં ગ્રીઝલી માઇનિંગે 19 મિલિયન ડોલરની આવક ઊભી કરી.
કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તેની ગ્રીઝલી માઇનમાંથી માર્ચમાં દુબઈમાં વેચાણ માટે ઓફર કરેલા 117 પત્થરોમાંથી 112 સ્ટોન વેચ્યા હતા. ગૂડ્ઝમાં મધ્યમ થી ઉચ્ચ ગ્રેડના રફ નીલમણિનો સમાવેશ થાય છે, જેમાનું હાઇલાઇટ એક “અસાધારણ” રત્ન-ગુણવત્તાનું હતું, 4,145 કેરેટનો રફ નીલમણિ જેની કિંમત 1 મિલિયન ડોલરથી વધારે છે. આ આઇટમ ખરીદનાર ભારતીય જેમસ્ટોન મેન્યુફેક્ચર્સ કે. સુનિલ નારનોલી હતા.
યુરોપ, એશિયા અને આફ્રિકાના કુલ 76 ગ્રાહકોએ સીલબંધ-બીડ ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો હતો.
Grizzlyના Chairman Abdoulaye Ndiayeએ કહ્યું કે, બીજી વખત મજબુત ઓક્શનની જાહેરાત કરતા મને ખુશી છે. અમારા સ્પ્રિન્ગ ઓક્શનમાં સારી હાજરી રહી હતી,જે ઉચ્ચ ગુણવત્તાની ઝામ્બિયન નીલમણિની મજબૂત માંગ દર્શાવે છે. આ અસાધારણ 4,145 કેરેટ પથ્થર માટે આટલી મજબૂત બિડિંગ હતી, અને વિજેતા ગ્રાહકને મારા અભિનંદન. અમે આવનારા મહિનાઓમાં આ અનોખા સ્ટોન પર તેમનું કામ જોવા માટે આતુર છીએ.
1997માં સ્થપાયેલ ગ્રીઝલી વાર્ષિક અંદાજે 60 મિલિયન કેરેટ નીલમણિનું ઉત્પાદન કરે છે. કંપની વર્ષમાં ચાર હરાજી કરે છે, દરેક ત્રિમાસિક ગાળા દરમિયાન એક.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel