DIAMOND CITY NEWS, SURAT
હોંગકોંગમાં યોજાનારા સોથીબીના જ્વેલરીના સેલ્સમાં દુર્લભ ફૅન્સી વિવિડ યલો, ઓરેન્જ ડાયમંડ સાથેની વીંટી આકર્ષણ જમાવશે. ઓક્શન હાઉસે 6 એપ્રિલના મેગ્નિફિસન્ટ જ્વેલ્સ ઈવેન્ટમાં કુશન શેપના 7.01 કેરેટ, વીએસટુ ક્લેરિટી ડાયમંડનો અંદાજ જાહેર કર્યો નથી. તે પત્થરની સાથે સોથેબીઝ તેની ટોચની 10 કલર ડાયમંડ તેમજ જેડીટના પીસ દર્શાવશે. હેરી વિન્સ્ટન, ગ્રાફ, ચોપાર્ડ, ટિફ્ની એન્ડ કંપની, બલ્ગારી તેમજ બાઉશેરોન સહિતના જાણીતા ડિઝાઈન હાઉસના ઝવેરાત પણ આ ઓક્શનમાં પ્રદર્શિત કરાશે.
સોથેબીની હરાજીમાં પ્રદર્શિત થનાર ટોચની 10 જ્વેલરી :
આ અનમાઉન્ટેડ ઓવલ બ્રિલિયન્ટ કટ 55.55 કેરેટ, ડી દોષરહિત આઈઆઈએ પ્રકારના ડાયમંડનો પ્રિસેલ અંદાજ 4.9 મિલિયન થી 6.4 મિલિયન ડોલર છે.
હાર્ટ શેપ્ડની 10.33 કેરેટની ફૅન્સી નારંગી-ગુલાબી રંગની વીવીએસ 1 ક્લેરિટી ધરાવતી હીરાની વીંટી 3.2 મિલિયન થી 5.1 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.
સોથેબી આ ઓક્શનમાં રાઉન્ડ કોર્નર લંબચોરસ બ્રિલિયન્ટ કટ 4.01 કેરેટ, ફૅન્સી જાંબલીગુલાબી ફ્લોલેસ હીરાની વીંટી 3.8 મિલિયન ડોલરમાં વેચવાનો અંદાજ ધરાવે છે.
બ્રિલિયન્ટ કટ ડાયમંડ સાથેની 18 અંડાકાર જેડેઈટ કેબોચન્સ ધરાવતો આ નેકલેસ 3.6 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.
અલગ કરી શકાય તેવા પેન્ડન્ટ નેકલેસ જેમાં સાત અંડાકાર જેડેઈટ કેબોચન્સ તેમજ હીરા જડેલા છે. તેની સાથે ઈયરિંગ્સ અને વીંટીની જોડી પણ છે. આ કલેક્શન 2.3 મિલિયન ડોલરમાં ઓફર કરાશે.
હેરિ વિન્સ્ટન માટે જેક્સ ટાઈમીની રિંગમાં ગાદી આકારનું 16.65 કેરેટનું કાશ્મીરી નીલમ બે ત્રિકોણાકાર હીરાથી જોડાયેલું છે. તે 2.2 મિલિયનથી 2.6 મિલિયન ડોલરમાં ઓફર કરાશે.
હોંગકોંગની હરાજીમાં આ જેડેઈટ બંગડી હેમરની અંદર આવશે, જેની કિંમત 2.1 મિલિયનથી 2.8 મિલિયન મળે તેવો અંદાજ છે.
ગાદીના આકારની 5.07 કેરેટ કબૂતરના લોહીની બર્મીઝ રૂબી ઈપોલેટ અને માર્કિવઝ આકારના હીરા સાથેની વીંટી 1.6 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.
જેડેઈટનું વધુ એક કલેક્શન જેમાં 14 અંડાકાર જેડેઈટ કેબોચન્સ અને બ્રિલિયન્ટ કટ પિઅર અને માર્કિવઝ આકારના હીરા સાથેનો નેકલેટનો સેટ છે, જેમાં એક વીંટી અને ઈયરિંગ્સની જોડી છે, તેની કિંમત 1.5 મિલિયન ડોલર અંદાજવામાં આવી રહી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp