ઊંચા ફુગાવા અને બેરોજગારીના લીધે વર્ષ 2024માં યુએસનું રિટેલ સેક્ટર ધીમું રહેશે : NRF

ગ્રાહકોની સ્થિતિસ્થાપકતા અમેરિકન અર્થતંત્રને શક્તિ આપવાનું ચાલુ રાખે છે અને અમને વિશ્વાસ છે કે વર્ષના અંત સુધીમાં મધ્યમ પરંતુ સ્થિર વૃદ્ધિ થશે

US retail sector to slow in 2024 due to high inflation and unemployment NRF
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુએસનું અર્થતંત્ર હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યું હોય ચાલુ વર્ષ 2024 પણ યુએસના રિટેલ સેક્ટર માટે સારું રહે નહીં તેવા સમાચાર સાંપડ્યા છે. નેશનલ રિટેલ ફેડરેશને (NRF) તાજેતરમાં એવી આગાહી કરી છે કે, વર્ષ 2024માં ઊંચા ફુગાવા અને બેરોજગારીના લીધે યુએસનું રિટેલ સેલ્સ વર્ષ 2024માં ધીમું રહેશે.

સંસ્થાને અપેક્ષા છે કે વર્ષ દરમિયાન કુલ વેચાણ 2.5 ટકા થી 3.5 ટકા વધીને 5.23 ટ્રિલિયન અને 5.28 ટ્રિલિયનની વચ્ચે રહેશે. તે 2023માં 3.6 ટકા એટલે કે 5.1 ટ્રિલિયન ડોલર હતું. આ વર્ષમાં સામાન્ય વધારાની અપેક્ષા છે.

એનઆરએફના મુખ્ય ઈકોનોમિસ્ટ જેક ક્લેઈનહેન્ઝે જણાવ્યું હતું કે, અર્થતંત્ર મુખ્યત્વે એવા ગ્રાહકો દ્વારા સમર્થન મેળવી રહ્યું છે જેમણે અપેક્ષા કરતા વધુ સ્થિતિ સ્થાપકતા દર્શાવી છે. આવા ગ્રાહકો પર મંદીની અસર ઓછી છે. વર્ષ 2024 માટે આખરે પ્રશ્ન એ છે કે શું ગ્રાહકો ખર્ચ કરવાની તેમની સ્થિતિ જાળવી રાખશે?

દરમિયાન ઓનલાઈન ખરીદીઓની સંખ્યા 7% થી 9% વધીને $1.47 ટ્રિલિયન થી $1.5 ટ્રિલિયન સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉ $1.38 ટ્રિલિયન હતી. જ્યારે NRF અપેક્ષા રાખે છે કે વર્ષ દરમિયાન ફુગાવો મધ્યમ રહેશે. કારણ કે અર્થવ્યવસ્થા ધીમી પડશે. 2023માં જોબ માર્કેટમાં જોવાયેલ તેજી આ વર્ષે નબળી પડી જશે. પરિણામે દર મહિને સરેરાશ આશરે 100,000 ઓછી નોકરીઓ આવશે.

વધુમાં જ્યારે ઘર અને શેરના ભાવમાં વધારો 2024 સુધી ચાલુ રહેવાની ધારણા છે, ત્યારે ઘણા ગ્રાહકો કડક ધિરાણ અને ફુગાવાને કારણે ચુસ્તી અનુભવી રહ્યા છે, ક્લીનહેન્ઝે ઉમેર્યું હતું.

જોકે, NRF હજુ પણ માને છે કે ગ્રાહકો 2024માં સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જઈ રહ્યા છે. ગ્રાહકોની સ્થિતિસ્થાપકતા અમેરિકન અર્થતંત્રને શક્તિ આપવાનું ચાલુ રાખે છે અને અમને વિશ્વાસ છે કે વર્ષના અંત સુધીમાં મધ્યમ પરંતુ સ્થિર વૃદ્ધિ થશે, NRF CEO મેથ્યુ શેએ જણાવ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS