નૂડલ્સના પેકેટમાં હીરા છુપાવી દાણચોરી કરનારા ચાર મુંબઈ એરપોર્ટ પર પકડાયા

મુંબઈ થી બેંગકોક જઈ રહેલા ભારતીય નાગરિકને રોકીને તેની ટ્રૉલી બેગની તલાશી દરમિયાન તેની બેગમાંથી નૂડલ્સના પેકેટ મળી આવ્યા હતા.

Four who smuggled diamonds hidden in packets of noodles were caught at Mumbai airport
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે નૂડલ્સના પેકેટમાં છુપાવેલા હીરા અને શરીરના ભાગોમાં સંતાડેલું સોનું જપ્ત કર્યું છે. હીરા અને સોનાની કુલ કિંમત 6.46 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓ દ્વારા મુસાફરોની તપાસ દરમિયાન આ વસૂલાત કરવામાં આવી હતી.

આ અંગે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીએ જણાવ્યું કે વીતેલા સપ્તાહના અંતે 4.44 કરોડ રૂપિયાનું 6.815 કિલોગ્રામ સોનું અને 2.02 કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા બાદ ચાર મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ થી બેંગકોક જઈ રહેલા ભારતીય નાગરિકને રોકીને તેની ટ્રૉલી બેગની તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન તેની બેગમાંથી નૂડલ્સના પેકેટ મળી આવ્યા હતા. જ્યારે એક પેકેટ ખોલવામાં આવ્યું તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. નૂડલ્સના પેકેટમાં છુપાવીને હીરાની દાણચોરી કરવામાં આવતી હતી. આ પછી અધિકારીઓએ આરોપી મુસાફરની ધરપકડ કરી હતી.

કસ્ટમ અધિકારીએ વધુમાં જણાવ્યું કે કોલંબો થી મુંબઈ જઈ રહેલી એક વિદેશી મહિલાને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. જ્યારે મહિલા કર્મચારીઓએ તેની શોધ કરી તો જાણવા મળ્યું કે વિદેશી મહિલાએ તેના આંતરવસ્ત્રોમાં સોનાની ઇંટો અને સોનાનો એક કટકો છુપાવ્યો હતો, જેનું કુલ વજન 321 ગ્રામ હતું.

આ ઉપરાંત દુબઈ અને અબુધાબીમાંથી બે-બે અને બહેરીન, દોહા, રિયાધ, મસ્કત, બેંગકોક અને સિંગાપોરથી પ્રવાસ કરતા 10 ભારતીય નાગરિકોને પણ અટકાવવામાં આવ્યા હતા અને તેમની પાસે 6.199 કિલો સોનું હોવાનું જાણવા મળ્યું હતું 4.04 કરોડ હતી. આ સોનું ગુદામાર્ગમાં, શરીર પર અને સામાનની અંદર છુપાવીને લાવવામાં આવ્યું હતું. આ પછી તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS