616 કેરેટનો અનકટ ડાયમંડ 50 વર્ષ બાદ પણ વેચાયો નથી!

616 કેરેટનો આ ટાઈપ 1 પીળા રંગનો હીરો 17 એપ્રિલ 1974ના દિવસે દક્ષિણ આફ્રિકાની કિમ્બર્લી ખાતે આવેલી ડુટોઈટસ્પેન ખાણમાંથી મળી આવ્યો હતો.

616 carat uncut diamond not sold even after 50 years
ફોટો સૌજન્ય : ડી બિયર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાનો સૌથી મોટો અષ્ટાકાર હીરો 50 વર્ષ પહેલાં મળી આવ્યો હતો. આ હીરો હજુ પણ અનકટ, અન પોલિશ્ડ છે. તે હજુ પણ વેચાયો નથી.

616 કેરેટનો આ ટાઈપ 1 પ્રકારનો પીળા રંગનો હીરો 17 એપ્રિલ 1974ના દિવસે દક્ષિણ આફ્રિકાની કિમ્બર્લી ખાતે આવેલી ડુટોઈટસ્પેન ખાણમાંથી મળી આવ્યો હતો. આ ખાણમાં 1870ના દાયકામાં ખણન કામ શરૂ થયું હતું. આ ખાણ 2005માં બંધ થઈ ગઈ હતી. જે ખાણિયાએ આ દુર્લભ હીરાને શોધ્યો હતો તે ખાણ કર્મચારીને ડિ બિયર્સ કંપનીના કર્મચારી મારેટેલાએ બોનસમાં મોટી રકમ અને એક મકાન ભેંટમાં આપ્યું હતું.

ડી બિયર્સ ગ્રુપના ચીફ સીઈઓ અલ કૂક જે તાજેતરમાં જ્હોનિસબર્સની મુલાકાત ગયા હતા ત્યારે તેમણે ડી બિયર્સ ગ્રુપના સંચાલિત કામગીરીના સીઈઓ મોસેસ મેડોન્ડોએ આ હીરો બતાવ્યો હતો.

તેણે લિંકડઈન પોસ્ટમાં કહ્યું કે હું એક ભૂસ્તરશાસ્ત્રી છું તેથી મને હીરા મળી આવે તે પહેલાં જ તેના ઈતિહાસ વિશે જાણવાનું મને ગમે છે. આ 1 પ્રકારનો ડાયમંડ છે જેનો અર્થ છે કે તે 1 અબજ વર્ષ પહેલાં પૃથ્વીની સપાટીથી લગભગ 150 કિ.મી. નીચેના પેટાળમાં રચાયો હતો.

ક્રેટેશિયસ સમયગાળા દરમિયાન લગભગ 100 મિલિયન વર્ષો પહેલા, કિમ્બરલાઇટ જ્વાળામુખી આ હીરાને પૃથ્વીની સપાટી પર લાવ્યા હતા. તેનો સુંદર પીળો રંગ નાઇટ્રોજન અણુઓમાંથી આવે છે જે કાર્બન જાળીની અંદર ફસાયેલા હતા જ્યારે તે આવરણમાં રચાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS