DIAMOND CITY NEWS, SURAT
ALROSAના સુપરવાઇઝરી બોર્ડે 2023ના બીજા ભાગમાં કંપનીની કામગીરીના આધારે ડિવિડન્ડ તરીકે 14.88 બિલિયન રુબેલ્સ (158 મિલિયન ડોલર) અથવા શેર દીઠ 2.02 રુબેલ્સ ફાળવવાની ભલામણ જારી કરી છે.
ALROSA ની વર્તમાન ડિવિડન્ડ નીતિ અનુસાર, ડિવિડન્ડ ચૂકવણીની ગણતરી મુક્ત રોકડ પ્રવાહ અને દેવાના આધારે કરવામાં આવે છે, પરંતુ IFRS હેઠળ ચોખ્ખા નફાના 50 ટકા કરતા ઓછી ન હોવી જોઇએ.
2023 માટે ALROSA નો IFRS ચોખ્ખો નફો 85.18 બિલિયન રુબેલ્સનો હતો. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ચૂકવવામાં આવેલા ડિવિડન્ડને ધ્યાનમાં લેતા, બીજા અર્ધ માટેનું ડિવિડન્ડ કંપનીના ચોખ્ખા નફાના 50 ટકા કરતા વધારે છે.
ડાયમંડ માઇનીંગ કંપનીના શેરધારકોની સામાન્ય વાર્ષિક બેઠક 20 મે, 2024ના રોજ યોજાશે, જેમાં ડિવિડન્ડની ચુકવણી અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સપ્ટેમ્બર 2023માં એક અસાધારણ સામાન્ય સભામાં, ALROSAના શેરધારકો 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે 27.77 બિલિયન રુબેલ્સ ડિવિડન્ડ અથવા શેર દીઠ 3.77 રુબેલ્સ ચૂકવવા સંમત થયા હતા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp