કાર્ટિયરે 14,000 ડોલરના ઝૂમકા 14 ડોલરમાં વેચવા પડ્યા!

ઓનલાઈન જ્વેલરીનું વેચાણ કરતા જ્વેલર્સ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. ટાઈપિંગ ભૂલના લીધે કાર્ટિયરે પોતાના ઝૂમકા માત્ર 14 ડોલરમાં વેચવા પડ્યા

Cartier had to sell usd 14,000 earrings for usd 14
ફોટો સૌજન્ય : X (અગાઉ ટ્વિટર)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઓનલાઈન જ્વેલરીનું વેચાણ કરતા જ્વેલર્સ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. ટાઈપિંગ ભૂલના લીધે કાર્ટિયરે પોતાના 14,000 ડોલરની કિંમતના ઝૂમકા માત્ર 14 ડોલરમાં વેચવા પડ્યા છે. જ્વેલરને જ્યારે એક નાનકડી ભૂલ ખૂબ જ મોંઘી પડી છે, બીજી તરફ ગ્રાહકને ખૂબ મોટો ફાયદો થયો છે.

બન્યું એવું કે જ્વેલરે કાર્ટિયરની ગોલ્ડની ઈયરિંગ્સ વેબસાઈટ પર ઓનલાઈન વેચવા મુકી હતી. આ ઈયરિંગ્સની કિંમત 14,000 ડોલર હતી, પરંતુ જ્વેલરે ભૂલમાં વેબસાઈટ પર તેની કિંમત 14 ડોલર લખી હતી. એક ગ્રાહકે તે ઈયરિંગ્સ 14 ડોલરમાં ખરીદી લીધી હતી. આમ, જ્વેલરને ખૂબ મોટું નુકસાન થયું હતું.

મેક્સિકોના 27 વર્ષીય રોજેલિયો વિલારિયલએ ફ્રાંસના તે જ્વેલરનું નામ ક્યારેય સાંભળ્યું નહોતું. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર એક એડવર્ટાઈઝમેન્ટ જોયા બાદ રોજેલિયોએ તે વેબસાઇટ પર ક્લિક કર્યું હતું. તે જ્વેલરની વેબસાઇટ પર ઊંચી કિંમતી જ્વેલરી જોઈને અવાક રહી ગયો હતો પરંતુ ત્યાર બાદ તેની નજર 18 કેરેટના પિંક ગોલ્ડ ક્લૈશ ડી કાર્ટિયરના ઈયરિંગ્સ પર પડી હતી. જેની કિંમત માત્ર 237 પેસો (14 ડોલર) હતી અને રોજેલિયોએ તાત્કાલિક તે ખરીદવાનો નિર્ણય લીધો અને ઓર્ડર કરી લીધો.

ઓર્ડર મળ્યાની ગણતરીની મિનિટોમાં કાર્ટિયરને અહેસાસ થયો કે ખૂબ મોટી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. કાર્ટિયરે વારંવાર રોજેલિયોને કહ્યું કે, તે ઈયરિંગ્સ આઉટ ઓફ સ્ટૉક છે. ત્યાર બાદ તેને વળતરના રૂપે શેમ્પેઈન અને લેધરની એક વસ્તુ આપવાની ઓફર કરવામાં આવી પરંતુ રોજેલિયો નહીં માન્યો. અને તેણે મેક્સિકોની કન્ઝ્યુમર એજન્સીને ફરિયાદ કરી. કન્ઝ્યુમર એજન્સીએ કાર્ટિયરની વિરુદ્ધ ચુકાદો આપતા કહ્યું કે, ભલે ભૂલ થઈ હોય પરંતુ હવે તેમણે ગ્રાહકને ઈયરિંગ્સ આપવા પડશે.

રોજેલિયોએ ન્યુયોર્ક ટાઈમ્સને કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. ખાસ મારી માતા માટે. આ ઝૂમકા હું તેમને ભેંટમાં આપવા માંગું છું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS