પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં એપ્રિલમાં 27.45 ટકાનો ઉછાળો : જીજેઈપીસી

નિકાસને વધુ વેગ આપવા માટે અમે નવા બજારોમાં ટેપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત પ્રમોશન પ્લાન ઘડી કાઢ્યો છે. : વિપુલ શાહ, GJEPCના ચૅરમૅન

Indias plain gold jewellery exports surged by 2745 percent in April-gjepc-1
ફોટો સૌજન્ય : Reuters
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદી વચ્ચે પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ સતત વધી રહી છે. એપ્રિલમાં પ્લેન ગોલ્ડની નિકાસમાં 27.45%નો વધારો નોંધાયો છે. એપ્રિલ 2024માં USD 342.27 મિલિયન ડોલરની પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ થઈ છે જે અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 268.56 મિલિયન હતી.

એપ્રિલ 2024માં જેમ્સ અને જ્વેલરીની એકંદર નિકાસ પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 11.37% ઘટીને USD 2074.85 મિલિયન થઈ છે. જોકે, ગોલ્ડ જ્વેલરીની કુલ ગ્રોસ નિકાસ (બંને સાદા અને સ્ટડેડ)માં આશાસ્પદ 11.03% વૃદ્ધિ જોવા મળી હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં USD 646.97 મિલિયનની સરખામણીએ એપ્રિલ 2024માં USD 718.34 મિલિયન સુધી પહોંચી હતી.

જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું કે, “પ્લેન ગોલ્ડના દાગીનાની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને UAE CEPA પછી તેમાં વધારો થયો છે. અમને આનંદ છે કે જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી તેની નોંધપાત્ર ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. UAE, ઓસ્ટ્રેલિયા અને EFTA સાથે હસ્તાક્ષર કરાયેલા FTAsથી અપેક્ષિત લાભો સાથે અમે આગામી વર્ષોમાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. માત્ર એપ્રિલ 2024માં પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 27.45% વધીને USD 342.27 મિલિયન થઈ હતી. વધુમાં સ્ટડેડ જ્વેલરીની નિકાસ આશાસ્પદ સંકેતો દર્શાવે છે, જે લગભગ ગયા વર્ષના એપ્રિલની નિકાસ સાથે મેળ ખાતી હોય છે. અમે ભવિષ્ય વિશે આશાવાદી છીએ અને આગામી વર્ષમાં ડાયમંડ અને સિલ્વર જ્વેલરીની નિકાસમાં વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”

શાહે વધુમાં ઉમેર્યું , નિકાસને વધુ વેગ આપવા માટે અમે નવા બજારોમાં ટેપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત પ્રમોશન પ્લાન ઘડી કાઢ્યો છે. વધુમાં અમે અનુક્રમે નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) સાથે મળીને ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીના સામાન્ય પ્રમોશનમાં રોકાણ કરી રહ્યા છીએ.

એપ્રિલ 2024માં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 0.62%નો થોડો ઘટાડો થયો હતો, જે અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 378.41 મિલિયનની સરખામણીએ USD 376.06 મિલિયન સુધી પહોંચી ગયો હતો.

રિપોર્ટના અન્ય હાઈલાઈટ્સમાં એપ્રિલ 2024માં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસમાં 16.76%નો ઘટાડો થઈને USD 1154.8 મિલિયનનો સમાવેશ થાય છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં USD 1387.38 મિલિયન હતો.

એપ્રિલ 2024 માટે સિલ્વર જ્વેલરીની કુલ નિકાસ અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 65.11 મિલિયનની સરખામણીએ 32.98% ઘટીને USD 43.63 મિલિયન થઈ છે.

જોકે, એપ્રિલ 2024 માટે પ્લૅટિનમ જ્વેલરીની કુલ નિકાસમાં 281.1% ની પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી, જે અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 3.52 મિલિયનની સરખામણીએ USD 13.41 મિલિયન સુધી પહોંચી હતી.

વધુમાં એપ્રિલ 2024 માટે રંગીન રત્નોની કુલ નિકાસ અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 38.38 મિલિયનની સરખામણીએ 35.39% ઘટીને USD 24.8 મિલિયન થઈ છે.

એ જ રીતે એપ્રિલ 2024 માટે પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની કુલ નિકાસ અગાઉના વર્ષના સમાન મહિનામાં USD 102.4 મિલિયનની સરખામણીએ 18.2% ઘટીને USD 83.77 મિલિયન થઈ હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS