DIAMOND CITY NEWS, SURAT
કહેવાય છે કે કોઈ પણ માણસને જલ્દીથી સફળતા મેળવવી હોય તો તેની સાથે અનુભવ અથવા અનુભવી માણસ હોવો જરૂરી છે. આ બેમાંથી કોઈ પણ વસ્તુ માણસને આગળ વધવામાં ખુબ જ મદદરૂપ થાય છે
નાયક પિક્ચરના છેલ્લા સીનમાં અનિલ કપૂર અમરીશ પુરીને કહે છે, હું એક વર્ષમાં તમારા જેવા 30 વર્ષના અનુભવી માણસની રાજનીતિ સામે લડીને મારો અનુભવ 31 વર્ષનો થઈ ગયો છે.
બસ આવી જ બધી હકીકતને ધ્યાનમાં રાખીને અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં આવતા દરેક તાલીમાર્થી તેમના ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કૅરિયર બનાવવાના સપનાને કઈ રીતે સાકાર કરી શકે તેના માટે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડાયમંડ ઉદ્યોગના કિંગ ગણાતા એવા ઘણા બધા વેપારીઓ માટે રોલ મોડલ ગણાતા એવા, 2008 જેવી મંદિમાં પણ પોતાના કર્મચારીને એક પણ દિવસ રજા કે પગાર ઓછો ન કરે તેવા, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માત્ર એક જ એવા વેપારી જેમનો લેખ IIM અમદાવાદ જેવી સંસ્થા દ્વારા તેમના મેગેઝિનમાં લેખ છપાયો તેવા, રાષ્ટ્રપતિ તથા C.M દ્વારા સન્માનિત અને પોતાના મેનેજમેન્ટથી દેશ અને દુનિયામાં પોતાનું બિઝનેસ ફેલાવનાર, અનેક સોશ્યિલ એક્ટીવીટીમાં પોતાનું તન, મન અને ધનનું દાન વહાવનાર એવા વિનસ જ્વેલના માલિક શ્રી સેવંતીભાઈ શાહ (S.P. SHAH) દ્વારા તેમના ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વિશાળ અનુભવ શેર કરવા તથા એવા ક્યાં સિદ્ધાંતો ઉપર તેમની કંપની તથા પોતે કામ કરે છે જેના લીધે આજે તે આટલી બધી ઉપલબ્ધીઓ ધરાવે છે તેના માટે નો એક અનુભવ શેરિંગ કાર્યક્રમ અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમના તાલીમાર્થીઓ માટે આયોજિત કરવામા આવ્યો. જેથી કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવનારી નવી પેઢી પણ તેમના અનુભવથી શીખી અને તેઓ પણ ઝડપથી ગ્રોથ કરે.
ઉપરોક્ત પ્રોગ્રામ તા. ૨ મે, 2024ના રોજ SGCCI ના SRIC હોલમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહી હતા કારણ કે તેમને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ વેપારીને સાંભળવાનો મોકો મળ્યો હતો. આ પ્રોગ્રામ દરમિયાન VENUS JEWEL જે કંપની છે તે તેમની ઓફિસમાં જે પણ અત્યાધુનિક ટેક્નોલૉજી દ્વારા રફ હીરા થી લઇ અને પોલિશ્ડ હીરા કઈ રીતે બનાવે છે તેનું પણ ઊંડાણ પૂર્વક જાણકારી આપવામાં આવી હતી ત્યાર બાદ તાલીમાર્થીઓના મનમાં ઉદભવતા અનેક પ્રશ્નો જેમ કે,
- કર્મચારીને ફેમિલી મેમ્બર કેવી રીતે બનાવવા
- નેચરલ અને C.V.D ના વેપારના ગ્રોથ વિશેની જાણકારી
- ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવામાં કઈ રીતે સરળતા રહે
- ઓનલાઇન અને ઓફલાઈન વેપારનો ગ્રોથ
- VENUS JEWELનો ભવિષ્યનો પ્લાન.
વેપારમાં નૈતિકતાનું મૂલ્ય જેવા અનેક પ્રશ્નો અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા અને આવા દરેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન માનનીય શ્રી S.P. SHAH દ્વારા આપવામાં આવ્યું અને તેમનો અનુભવ તાલીમાર્થીઓ જોડે શેર કર્યો હતો. હાલના સમયમાં ચાલતો મંદીનો માહોલ હોય કે નેચરલ અને C.V.D ના ધંધાની કોમ્પિટિશન કે પછી ઓનલાઇન અને ઓફલાઈન વેપારની વાત હોય તો દરેક વાતમાં પોતાનો પોઝિટિવ અભિગમ દ્વારા તાલીમાર્થી સિક્કાની બીજી બાજુ જોવાની શિક્ષા તેમના દ્વારા આપવામાં આવી.
3500થી પણ વધારે તાલીમાર્થીઓને એક જ વર્ષમાં તાલીમ આપી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી સંસ્થા એટલે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, જેમને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષનો બહોળો અનુભવ માત્ર ને માત્ર તાલીમાર્થી ધરાવે છે જેમાં રફ ડાયમંડ થી લઇ અને જ્વેલરી ડિઝાઈન સુધીના બિઝનેસ તથા જોબલક્ષી કોર્સ સંપૂર્ણ પ્રૅક્ટિકલ તાલીમ આપતી સંસ્થા છે અને અમારો સતત એક જ પ્રયાસ રહ્યો છે કે કઈ રીતે તાલીમાર્થી અમારી જોડે જોડાઈને તેમનો જે પ્રાયોજન છે તે પૂર્ણ કરી શકે અને તેના માટે જ અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જોબવાળા માટે પ્લેસમેન્ટ સપોર્ટ તથા બિઝનેસવાળા માટે બિઝનેસ સપોર્ટ તથા આવા અનુભવ શેરિંગ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થી પોતાનો ગ્રોથ કરી શકે તેવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ માત્ર એક જ સંસ્થા એવી છે કે જ્યાં રફ ડાયમંડથી લઇ અને જવેલરી સુધીનું સંપૂર્ણ નોલેજ એક જ બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે.
અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ટોટલ 5 બ્રાન્ચ ધરાવે છે જેમાં આવા પ્રોગ્રામ દ્વારા તાલીમાર્થીઓને નોલેજની સાથે સાથે એકબીજા સાથે નેટવર્કિંગનો પણ મોકો આપવામાં આવે છે જેનાથી તાલીમાર્થીઓ પોતાનું એક ગ્રુપ એક નેટવર્ક બનાવી અને પોતાનો વેપાર સ્થાપી શકે છે તથા તેમનો જોબ કરવાનો ઈરાદો હોય તો તેમાં પણ સફળ થઇ શકે છે અને દરેક વ્યક્તિનો જે સ્ટ્રેન્થ હોય તે સ્ટ્રેન્થનો ઉપયોગ કરી અને પોતાનો બિઝનેસ કઈ રીતે ફેલાવી શકાય તેનો પણ સપોર્ટ આ નેટવર્કિંગ દ્વારા થઇ શકે છે એક બીજી બ્રાન્ચના તાલીમાર્થી મળી અને તેમાંથી બાયર, સેલર, HR પ્રૅક્ટિકલ, સ્ટાફ મેનેઝમેન્ટ સિસ્ટમ વગેરે જેવી અનેક ચેલેંજિંસ જે વેપારમાં પડતી હોય છે તેનું સૉલ્યુશન પણ આવા પ્રકારના નેટવર્કિંગથી દૂર થાય છે. જો આપ પણ એવું ઇચ્છતા હોય કે તમે પણ આવા અનુભવી વેપારી ને મળવાનો મોકો મેળવો જોઈએ, તમારે પણ નેટવર્કિંગ કરવું હોય, તમારે પણ તમારા ધંધા માટે બાયર, સેલરની શોધ હોય, તમારે પણ તમારા ધંધામાં આવતી ચેલેન્જીસનો સરળ ઉપાય શોધતાં હોય તો આજે જ અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરો.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp